સમગ્ર ગુજરાતમાં જિલ્લા પ્રમુખ માટે દાવેદારી નોંધાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં આજે ભાજપ કાર્યાલય ખાતે 23 કાર્યકર્તાઓએ જિલ્લા પ્રમુખના પદ માટે દાવેદારી રજૂ કરીને ફોર્મ ભર્યા છે.
જિલ્લા પ્રમુખ બનવા માટે કરી દાવેદારી
ભાવનગરના મહામંત્રી ભરતભાઈ મેર, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની ફરજ બજાવી હતી. જેમાં 23 જેટલા પોરબંદર ભાજપના કાર્યકર્તાઓએ ફોર્મ ભરી દાવેદારી રજૂ કરી હતી. પોરબંદર જિલ્લામાં વધુ મહેર સમાજનું વર્ચસ્વ છે, આજે જિલ્લા ભાજપની દાવેદારી માટે મહેર-14, બ્રાહ્મણ-2, ખારવા 2, લોહાણા 2, માલધારી 2, રાજપૂત 1 એમ કુલ પોરબંદર જિલ્લામાંથી 23 કાર્યકર્તાઓએ દાવેદારી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી હતી.
આ 23 કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી રજૂ કરી
- અરસી ભાઈ ખૂટી,
- રમેશભાઈ ઓડેદરા પટેલ
- કિરીટ મોઢવાડિયા
- વિક્રમ ઓડેદરા
- ભરતભાઈ ઑડેદરા
- રામભાઈ જાડેજા
- ચંદ્રેશ રામાણી
- અશોકભાઈ મોઢા
- ભીમભાઇ ઓડેદરા
- અજયભાઈ બાપોદરા
- નિલેશભાઈ મોરી
- વિશાલ મઢવી
- દીપકભાઈ જૂંગી
- ભીમભાઇ મકવાણા
- જીગ્નેશભાઈ કારીયા
- નિર્મલજી ઓડેદરા
- લીલાભાઈ પરમાર
- બાલુભાઇ ઑડેદરા
- ગાંગા ભાઈ ઓડેદરા
- દુષ્યંત મહેતા
- આવડા ભાઈ ઓડેદરા
- ભુરાભાઈ કેશવાલા
- ધર્મેન્દ્રસિંહ જેઠવા