ભારતે પાકિસ્તાનમાં કરેલા ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર દેશમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી.
.

દેશવ્યાપી એલર્ટને પગલે ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. બોટાદ જિલ્લા પોલીસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે.

DySPની આગેવાનીમાં વિવિધ ટીમો કાર્યરત છે. આમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સામેલ છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટર પણ આ કામગીરીમાં જોડાયા છે.

સુરક્ષા દળોએ મંદિર પરિસરના તમામ વિસ્તારોની ઝીણવટભરી તપાસ કરી છે. ગર્ભગૃહ, ભોજનાલય અને ધર્મશાળા સહિતના સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું છે.

[ad_1]
Source link

