Last Updated:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતને મોટી ભેટ આપી છે. જેમાં કેન્દ્ર સરકારે આજે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો નિર્ણય લીધો છે. જેને લઈને અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પીએમ મોદીનો આભાર માનવામાં આવ્યો છે.
ગાંધીનગર: આજે 5 જૂન એટલે પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને મોટી ભેટ આપી છે. જેમાં અરવલ્લીમાં આવેલ ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે ગુજરાતને પર્યાવરણ દિવસે મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. આ મામલે અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાના નિર્ણય બદલ આભાર માનવામાં આવ્યો છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે અરવલ્લીની ગિરિમાળા ગ્રીન વોલ બનશે તો પ્રકૃતિનું સંવર્ધન થશે.
અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદીએ પ્રકૃતિના સંવર્ધન માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. વધુમાં તેમણે કહ્યું કે અરવલ્લીની ગિરિમાળાઓ આમ તો ઘણા બધા રાજ્યોને અડે છે. પરંતુ ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધી એક ગ્રીન વોલ બનાવવાનો ભારત સરકારે આજે નિર્ણય લીધો છે. જે ગુજરાત માટે ઘણો ફાયદાકારક રહેશે.
In the Aravalli range and beyond, in addition to the traditional planting methods, we will encourage new techniques especially in urban and semi-urban areas where there are space constraints. Plantation activities will be geo-tagged and monitored on the Meri LiFE portal. I call…
— Narendra Modi (@narendramodi) June 5, 2025
આ ઉપરાંત અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે, ગુજરાતની પૂરી ઈકો સિસ્ટમને આ ગ્રીન વોલનો ફાયદો થશે. જેમાં વધુ વૃક્ષો હોવાને કારણે વધુ વરસાદ પણ આ વિસ્તારમાં થઈ શકે છે. સાથે જ આ ગ્રીન વોલ વોટર ટેબલને પણ અપ કરવાના કામમાં હસયોગી થશે. જેથી પ્રજા તરીકે તેમણે આપણે સૌએ આ કામમાં જોડાવું જોઈએ તેવું પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે આ વર્ષે બનાસકાંઠાના રહેવાસીઓએ કરોડો પ્રમાણમાં સીડ બોલ બનાવીને એટલે કે પર્વતોની અંદર થતા જે વૃક્ષો છે તેના સીડ્સ પર્વતો સુધી પહોંચાડવા માટે એક અભિયાન હાથ ધરીશું. જેથી આપણે સૌ આ કામમાં સહયોગી બનીએ અને આ મોટો ઐતિહાસિક નિર્ણય પ્રકૃતિના સંવર્ધનમાં કરવા માટે પીએમ મોદીનો અધ્યક્ષ શંકર ચૌધરીએ આભાર માન્યો હતો.
Gandhinagar,Gujarat
June 05, 2025 7:43 PM IST