- પાવાગઢ ખાતે નેમિનાથ ભગવાનની મૂર્તિઓને નુકસાન કરાયું હતું
- જૈન સંપ્રદાયના લોકોએ ડુંગર પર પહોંચી પ્રાર્થના કરી મીઠાઈ વહેંચી
- તંત્ર અને જૈનો વચ્ચે સુખદ સમાધાન થતા અને 19 ખંડિત થયેલી પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરાઈ
યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ખંડિત થયેલી જૈન સંપ્રદાયના તીર્થંકરની 19 મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરતા વર્ધમાન તપોવન નિધિ પૂ.આ. શ્રી નયચંદ્રસાગર સુરીશ્વરજી મ.સા. અને સહસ્ત્ર વધાન ડો. શ્રી અજિતચંદ્ર સાગરજી મ.સા.ની ઉપસ્થિમાં હાલોલ, વડોદરા અને અન્ય ગામો શહેરોથી આવેલા 400 થી 500 જેટલા જૈન સંપ્રદાયનાના લોકોએ તે મૂર્તિઆની પૂજા અર્ચના પ્રાર્થના કરી મીઠાઈ વેચી પ્રતિષ્ઠા ઉત્સવ મનાવ્યો હતો.
આ ઉપરાંત પાવાગઢ ખાતે આવેલ સાતથી આઠ જિનાલય દર્શન કાર્ય હતા.સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર શક્તિ દ્વાર પાસે જુના પગથિયામાં જૈન સંપ્રદાયના તીર્થંકરની પ્રતિમાઓ અજાણ્યા વ્યક્તિઓએ ખંડિત કરી હોવા અંગે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાજ્યભરમાં જૈનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાને લઈને રાજ્યભરમાં આક્રોશ સાથે આંદોલનો શરૂ થયા હતા. જોકે ભારે વિવાદ બાદ ત્રણ દિવસ અગાઉ આ વિવાદમાં તંત્ર અને જૈનો વચ્ચે સુખદ સમાધાન થતા અને 19 ખંડિત થયેલી પ્રતિમાઓ જે તે જગ્યા પર પુનઃસ્થાપિત કરી આપતા જૈનોનું આંદોલન સ્થગિત થયું હતું. જ્યારે આજે ગુરુવારના રોજ જૈન સાધુ ભગવંતો મોટી સંખ્યામાં જૈન અનુયાયીઓને સાથે રાખી પાવાગઢ ડુંગર પર જઈ પુનઃસ્થાપિત કરવામાં આવેલી તમામ પ્રતિમાઓની પૂજા અર્ચના કરી હતી. પાવાગઢ ખાતે ડુંગર પર માતાજીના દર્શને જવા માટેના જુના પગથિયા શક્તિ દ્વાર પાસે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જૈન સમુદાયના નેમીનાથ ભગવાનની મૂર્તિઓને નુકસાન પહોંચાડી તેને ઉખેડી નાખી બાજુમાં ઢગલો કરી દેવાતા જેના પગલે ગુજરાતભરના જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.