Patan: યુનિ. મૂદ્દે વધુ એક મુદત, કાલે થશે સુનાવણી

HomePATANPatan: યુનિ. મૂદ્દે વધુ એક મુદત, કાલે થશે સુનાવણી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા ધારાસભ્ય સહિતના લોકોએ પોલીસ અને યુનિ.ના અધિકારી વચ્ચે બબાલ મામલે થયેલી ફરિયાદ અંગે સોમવારના રોજ કોર્ટમાં આગોતરા જામીન અરજીની કાર્યવાહી સમયે સરકારી વકીલ દ્વારા આ કેસમાં કેટલીક અગત્યની માહિતી મેળવવાની હોય મંગળવારની મુદત માંગવામાં આવી હતી.

મંગળવારે આરોપીના વકીલ દ્વારા જામીન માટેની પોતાની દલીલો રજૂ કરવામાં આવી હતી. હવે આ મામલે વધુ એક મુદત પડતાં આવતીકાલે 26મી ડીસેમ્બરના રોજ સરકારી વકીલની દલીલો રજૂ થયા બાદ જામીન માટેની સુનાવણી હાથ ધરવામાં આવશે.

હેમ.ઉ.ગુ.યુનિ.માં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે કરવામાં આવેલ ઘર્ષણ મામલે 14 વ્યક્તિઓની નામજોગ અને 200 વ્યક્તિઓના ટોળા સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. પાટણની સેશન્સ કોર્ટમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈની ધરપકડ ટાળવા માટે આરોપીઓના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે. જેમાં શનિવારે પાટણ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી સમયે પોલીસ અધિકારી દ્વારા કોર્ટમાં સોગંધનામું રજૂ કરવામાં ન આવતા તેમજ મુખ્ય સરકારી વકીલ પણ બહાર ગયેલા હોઈ સેશન્સ કોર્ટના જજ દ્વારા સોમવારે આગોતરા જામીન અરજીની સુનાવણીની તારીખ આપી હતી. તે બાદ સોમવારે સરકારી વકીલ દ્વારા આ કેસમાં કેટલીક મહત્વની અને અગત્યની માહિતી મેળવવાની હોય મંગળવારની મુદત માંગવામાં આવી હતી જેને કાર્ટે માન્ય રાખીને મંગળવારની મુદત આપી હતી.

અંતે મંગળવારે આગોતરા જામીન અરજીની સુનાવણી માટે આરોપી પક્ષે હાજર રહેલા હાઈકોર્ટના સિનિયર વકીલ હૃદય બુચ દ્વારા ત્રણ આરોપીઓના આગોતરા જામીન મંજૂર કરવા માટે ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજની કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી.

જેમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામા અંગે પણ દલીલો કરીને જણાવ્યું હતું કે એક ધારાસભ્ય તરીકે કિરીટભાઈ પટેલ યુનિ.માં રજૂઆત માટે ગયા હતા કોઈ ધમાલ કરવા માટે નહોતા ગયા. સામે પક્ષે સરકારી વકીલ પ્રિન્સીપલ સેશન્સ જજની કોર્ટમાં કામગીરીમાં રોકાયેલા હોઈ તેઓ કોર્ટમાં હાજર રહીને સરકાર તરફે 26મીએ સુનાવણી કરવા દલીલ કરી હતી. તેમજ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે જેમા સાત વર્ષથી ઓછી સજાના કેસમાં સરકાર તરફે સુપ્રીમ કોર્ટના હરનેશકુમારના કેસના જજમેન્ટનું પાલન કરવાની બાંહેધરી આપવામાં આવી હતી જે કોર્ટે માન્ય રાખીને 26મી ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગે આ કેસમાં જામીન અરજી માટેની સુનાવણી નિર્ધારીત કરી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon