Patan: HNGU દ્વારા 28 જૂનથી પીએચડીની પ્રવેશ પરીક્ષાનો પ્રારંભ કરાશે

0
6

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણની પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષા 2025 આગામી તા. 28 જૂન, 30 જૂન અને 1 જુલાઈ 2025 એમ ત્રણ દિવસો દરમિયાન જુદા-જુદા 9 સેશનમાં લેવામાં આવનાર છે. સદર પ્રવેશ પરીક્ષામાં કુલ જુદા-જુદા 26 વિષયોના કુલ 1968 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે. યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ કમ્પ્યુટર સાયન્સ ભવનમાં આ પીએચડીની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને મુઝવણ ઉભી ન થાય તે હેતુથી હોલ ટીકીટમાં જ તેઓને પરીક્ષાની તારીખ, સમય, સેશન તેમજ બ્લોક વગેરેની માહિતી પૂરી પાડવામાં આવેલ છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે. દરકે વિધાર્થીઓને તે જોવા માટે પ્રવેશ સમિતિદ્વારા સૂચિત કરવામાં આવે છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here