Patan: હારીજ તાલુકા સહીત ગ્રામ્યમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

0
11

ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીના પગલે પાટણ અને હારીજમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હારીજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હારીજ,બોરતવાડા, વાગેલમાં વરસાદ પડ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તેમજ પારેવા સર્કલ રોડ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી 

પાટણમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદી માહોલ જામ્યો છે. તો વડોદરા, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળશે. દમણ, દાદરા નગર હવેલી, રાજકોટમાં પણ વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવશે. જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં પણ વરસાદ મામલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો આ તરફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યુ છે.

નેશનલ હાઈવે ભારે વરસાદના કારણે બંધ
અમદાવાદમાં 1, ભાવનગરમાં 1 ટીમ ડિપ્લોય કરાઇ છે. બોટાદમાં 1, કચ્છમાં 1 અને સુરતમાં 1 ટીમ ડિપ્લોય કરાઇ છે. તો SDRFની 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. કુલ 241 ગામમાં વીજળી ગુલ, 579 વીજ પોલી ધરાશાયી થયા છે. ભાવનગરનો નેશનલ હાઈવે ભારે વરસાદના કારણે બંધ થયો છે. 10 સ્ટેટ હાઇવે પાણી ભરાઇ જતા બંધ કરવામાં આવ્યા છે. પંચાયત હસ્તકના 95 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here