સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને વાલકેશ્વર મહાદેવ પરિસરમાં સિદ્ધપુર તાલુકા સિનિયર સિટીઝન સંગઠનનો સ્નેહમિલન અને ત્રિમાસીક બર્થડે સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે સૌ સભ્યોને વાલકેશ્વર મહાદેવના આશીર્વાદ મળે તેમજ સિનિયર સિટીઝન મંડળના તમામ સભ્યોનું આરોગ્ય સારૂ રહે. આપણને જીવવાની તક મળી છે તો જીવનમાં ખુશ રહીશે. તેઓએ સિનિયર સિટીઝન સભ્યોને ધાર્મિક યાત્રા કરવાની અપીલ કરી હતી અને તે માટે રૂ.51 હજારનો ચેક અર્પણ કયો હતો. કેબીનેટ મંત્રી બલવંતસિંહે જણાવ્યું હતું કે, સિદ્ધપુરના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કટીબદ્ધ છે માં સરસ્વતી સિદ્ધપુરમાં છે અને સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
તેના ભવિષ્યમાં સારા પરિણામ મળશે મા સરસ્વતીનું ધામ બન્યા પછી વિશ્વના લોકો શાંતિની શોધમાં સિદ્ધપુર આવશે. કાર્યક્રમમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના જન્મદિવસ વાળા 30થી વધુ સભ્યોનો સામૂહિક બર્થ ડે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો ઉપસ્થિત સર્વેને મિષ્ટ ભોજન પીરસાયું હતું. સિનિયર સિટીજન સંગઠનના પ્રમુખ નવિનચંદ્ર મોદી, મુખ્ય મહેમાન વિરેન્દ્રકુમાર ઠાકર, મંત્રી ભરતભાઈ ઠાકર, શાલના દાતા દશરથભાઈ કે. સુથાર સહિત કારોબારી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સ્વાગત પ્રવચન અમૃતભારથી અને આભારવિધિ ગોવિંદભાઈ દરજીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કારોબારી સભય જે.ડી.પટેલે કર્યું હતું.