Patan: શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી

0
5

પાટણ શહેર સહિત જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી અલ્લાતાલાની બંદગી કરી હતી .

જિલ્લામાં દર વર્ષે બકરી ઈદના દિવસને તમામ મુસ્લિમ સંપ્રદાય દ્વારા કુરબાની પર્વ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આજે બકરા, બકરીની કુરબાની આપવાનો રિવાજ હોવાથી મુસ્લિમ સમુદાયના લોકોએ બકરાની કુરબાની દ્વારા પાટણમાં પર્વની ઉજવણી કરી હતી. આ પર્વ નિમિત્તે પાટણ શહેર સહિત પંથકમાંથી મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી. તો આ પ્રસંગે પાટણ શહેરના ઇદગાહ ખાતે મૌલાના સાહેબે કુરાન શરીફ્નો ખુત્બો પઢી ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. તો અન્ય મસ્જીદોમાં ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ભેટી બકરી ઈદની મુબારકબાદી પાઠવી હતી. આમ પાટણ શહેર સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદ પર્વની ઉજવણી કરાઈ હતી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here