ગાંધીના ગુજરાતમાં દારૂ પીવા વેચવા તેમજ હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં પાટણ જિલ્લામાં અવાર નવાર આવો વિદેશી-દેશી દારૂનો વેપલો કરતા તેમજ હેરાફેરી કરતાં દેશી વિદેશી દારૂ ઝડપાતો હોય છે. શંખેશ્વર ટાઉનમાં તેમજ ફ્તેગંજ ગામે દારૂ વેચતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવા પામી છે.
શંખેશ્વર ટાઉનમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શંખેશ્વર BSNL ટાવર પાસે વિદેશી દારૂ બોટલ નંગ 4 કીંમત રૂપિયા 372ના સાથે ઠાકોર અજમલજી સોંડાજી (રહે શંખેશ્વર વાળા)ને પોલીસે ઝડપી પાડયો હતો. તો બીજી તરફ ફ્તેગંજ ગામે એક શખ્સ દેશી દારૂ વેચતો હોવાની બાતમીના આધાર વાળી જગ્યાએ પોલીસે રેડ દરમિયાન દેશી દારૂ બનાવી વેચતો ઠાકોર દીનેશજી કનુજી રહે ફ્તેગંજ વાળાના મકાન પાછળથી દારૂ બનાવવાનો વોશ લીટર 30 જેની કીમત રૂપીયા 750 નો કબ્જે કરી તેનો નાશ કરી તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ શંખેશ્વર ટાઉનમાં બે અલગ અલગ ગુન્હાઓમાં ઠાકોર દીનેસજી કનુજી ફરાર થયો હોવાનું જાણવા મળ્યું હતુ. આથી શંખેશ્વર પોલીસ સ્ટેસને બંન્ને શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_1]
Source link