આગામી તા. 21 મી જૂનને આંતર રાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પાટણ શહેર અને જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પાટણ શહેર અને જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાઈ અને નાગરિકો મેદસ્વિતાથી મુક્ત થાય તે માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના આહવાન સાથે વિશ્વ યોગ દિવસની પાટણ શહેર અને જિલ્લામાં કરાનાર ઉજવણીને યાદગાર બનાવવા જિલ્લા વાસીઓને યોગ દિવસની ઉજવણીમાં જોડાવવા જિલ્લા કલેકટરે અપીલ કરી હતી. પાટણ કલેકટર કચેરી ખાતેના ન્યુ ફોન્ફ્રન્સ હોલ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ પદે ગુરૂવારે સવારે મળેલી પાટણ શહેરની 20થી વધુ સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં પાટણ કલેકટર દ્વારા આગામી તા. 21 વિશ્વ યોગ દિવસની ઉજવણી પાટણ શહેર અને જિલ્લામાં યાદગાર બની રહે તે માટે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને સહયોગી બનવા અપીલ કરી સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત બને તે માટે અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર સહિત જિલ્લા રમત ગમત અધિકાર સાથે પાટણની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
[ad_1]
Source link