
પાટણ જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ મેઘરાજાની ઉપસ્થિતીમાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે 232 ગ્રામ પંચાયતો માટે સરપંચ અને સભ્ય પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વરસતા વરસાદમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના સ્થાનિક જનપ્રતિનિધિને નક્કી કરવા માટે લોકો સ્વયંભૂ મતદાન મથકો પર પહોંચ્યા હતા અને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજ સુધીમાં જિલ્લામાં 74.74 ટકા જેટલું મતદાન નોંધાવવા પામ્યું હતું. યોજાયેલ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તથા ગેરરીતિ અટકાવવા તંત્ર દ્વારા પોલિંગ સ્ટાફ્ અને પોલીસ તંત્ર ખડેપગે રહ્યું હતું. જિલ્લાના સંવેદનશીલ જાહેર કરેલ ગામોમાં પણ જીલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સમિક્ષા કરી હતી. પાટણ જીલ્લામાં 310 ગ્રામ પંચાયતો સામાન્ય અને 70 ગ્રામ પંચાયતો માટે પેટા ચૂંટણી જાહેર થતાં આગેવાનો અને ગ્રામજનો દ્વારા સમરસ ગ્રામ પંચાયત બને તેવા પ્રયાસો હાથ ધરતાં જીલ્લામાં 70 જેટલી ગ્રામ પંચાયતો સમરસ બની હતી અને 78 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ્ થઈ હતી. જેમાં 94 સરપંચ અને 1960 વોર્ડ સભ્યો બિનહરીફ્ ચૂંટાયા હતા ત્યારે બાકીની 232 ગ્રામ પંચાયતો ની સામાન્ય તથા 15 ગ્રામ પંચાયતો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં 224 બેઠકો પર સરપંચ પદ માટે 625 ઉમેદવારો અને 563 સભ્યોની બેઠક પર 1225 ઉમેદવારો વચ્ચે રવિવારે વહેલી સવારથી જ જીલ્લાના અલગ અલગ 603 મતદાન મથકો પર ચુંટણી જંગ ખેલાયો હતો. જેમાં જનતા જનાર્દને પોતાના મનગમતા યોગ્ય ઉમેદવારને બેલેટ પેપર વડે પોતાનો કિંમતી મત આપ્યો હતો. સાંજ સુધીમાં સમગ્ર જીલ્લામાં સરેરાશ 74.74 ટકા મતદાન નોંધાયું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ત્યારબાદ સીલબંધ મતપેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં લાવી દેવામાં આવી હતી. પરમદિવસે બુધવારે વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં મતપેટીઓમાં સીલ થયેલા ઉમેદવારોના ભાવિનો સાંજ સુધીમાં ફેસલો થશે.
[ad_1]
Source link