Patan: રાધનપુરમાં ગેસ્ટ હાઉસની આડમાં ધમધમતો દેહવ્યાપાર! સંચાલક સહિત 5ની અટકાયત

0
8

પાટણમાં આવેલા રાધનપુરના ગેસ્ટ હાઉસમાં પાટણ SOGએ દરોડા પાડતા ફૂટણખાનું ઝડપી પાડ્યું છે. ગેસ્ટ હાઉસની આડમાં ચાલતો દેહવ્યાપારનો પાટણ SOGએ પર્દાફાશ કર્યો છે. પોલીસે સંચાલક વિકાસ પંચાલની ધરપકડ કરી છે. કુલ 3 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે જેમાં 3 મહિલાઓ અને બે ગ્રાહકની અટકાયત કરાઇ, અન્ય બે આરોપીને પકડવા SOGએ ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, પાટણ SOGએ રાધનપુર લકી પ્લેસ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસની આડમાં ધમધમતો દેહવ્યાપારનો ભેદ ખુલ્યો છે. પોલીસે સંચાલક વિકાસ પંચાલની ધરપકડ કરીને ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે. ફૂટણખાનામાંથી 3 મહિલાઓ અને બે ગ્રાહકની અટકાયત કરાવામાં આવી છે, અન્ય બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફૂટણખાનાનો સંચાલક પંચાલ વિકાસકુમાર જયંતીલાલની ધરપકડ કરી છે. અંકિત સહિત ગેસ્ટ હાઉસનો માલિક ધવલકુમાર નરેશ શ્રીમાળી પકડવાનો પોલીસ પકડથી દૂર છે. 

અને અન્ય ત્રણ મહિલાઓ બે પુરુષની ધરપકડ કરી પોલીસે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે તપાસ હાથ ધરી છે. આરોપી સામે બી એન 223 અનલીક વેપાર અધિનિયમ અનુસાર ગુનો નોંધી કલમ 3/ 4/5/7 મુજબ ગુનો ઉમેરીને પાટણ એસોજીએ રાધનપુર પોલીસને તપાસ માટે સોંપવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here