પાટણ શહેરમાં અમૃત-2.0 અંતર્ગત માખણિયા STP પ્લાન્ટથી સિંચાઈ ની કેનાલ સુધી ટ્રીટેડ પાણીના નિકાલ બાબતે મંગળવારે પાલિકા પ્રમુખ સહિત ની ટીમે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી અને તાજેતરમાં જેઓની હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુકત કરવામાં આવી છે તેવા પાટણના કે. સી. પટેલને સાથે રાખીને મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં પાલિકા પ્રમુખે જણાવ્યું છે કે હાલમાં પાટણ શહેરમાં અમૃત-2.0 અંતર્ગત જી.યુ.ડી.સી મારફ્ત પાટણ શહેરના ભુગર્ભ ગટરની કામગીરી ચાલુમાં છે. આ સુંદર કામગીરીમાં માખણિયા STP પ્લાન્ટથી સિંચાઈની કેનાલ સુધી ટ્રીટેડ પાણીના નિકાલ લાઇન નાંખવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. હાલમાં પાટણ શહેરનું ભુગર્ભ ગટરનું પાણી વિવિધ પંમ્પીંગ સ્ટેશન મારફ્ત માખણિયા ખાતે STP પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. STP પ્લાન્ટમાં ટ્રીટેડ થયેલું પાણી બાજુમાં આવેલ ઓકસીડેશન પોન્ડની જગ્યામાં નાંખવામાં આવે છે. સદર ઓકસીડેશન પોન્ડની જગ્યાની ક્ષમતા કરતાં ભુગર્ભ ગટરનું પાણી વધારે આવતું હોવાથી ઓકસીડેશન પોન્ડનાં પાળા ઉપર ઓવરફ્લો થઈ પાણી આજુબાજુના ખેડૂતોનાં ખેતરમાં જાય છે, જેના કારણે ખેડૂતોને ખેતીના પાકને વારંવાર નુકશાન થતું હોય છે. જેના નિવારણ માટે STP પ્લાન્ટથી ટ્રીટેડ થયેલા પાણીને રાઈઝીંગ લાઇન મારફ્ત સિંચાઈની કેનાલમાં નાંખવામાં આવે તો કાયમી સદર પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે, તો અમૃત-2.0માં સદર રાઇઝીંગ લાઇનનો સમાવેશ કરવામાં આવેલ છે, જેની કામગીરી સત્વરે જી.યુ.ડી.સીને કામગીરી હાથ ધરવા આદેશ થવા તેઓએ વિનંતી સહ જણાવ્યું હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.
[ad_1]
Source link