પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કરાતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની રાજ્યના પોલીસ વડાના આદેશ મુજબ કાર્યવાહી ચાલું છે.
તે દરમિયાન હારીજ પોલીસને મળેલી બાતમીના આધારે હારીજ તાલુકાના બોરતવાડા ગામમાં એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે હાથ બનાવટની દેશી બંદૂક રાખતો હોવાની માહિતી મળતા પોલીસે તેના ઘરે તપાસ કરતા હાથ બનાવટની દેશી બંદૂક મળી આવતા પોલીસે શખ્સને ઝડપી બંદુક કબજે કરી હોવાનું હારીજ પોલીસે જણાવ્યું છે.હારીજ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હારીજ તાલુકાના બોરતવાડા ગામે રહેતો પિયુષકુમાર ભગવાનભાઈ ચૌધરી તેના રહેણાંક મકાનમાં ગેરકાયદે હાથ બનાવટની બંદૂક ( પિસ્તોલ) રાખતો હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેથી પોલીસે હાથ બનાવટની બંદૂક કિંમત રૂ 10 હજાર સાથે તેને ઝડપી લીધો હતો તથા વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલ પિયુષ ચૌધરી સામે અલગ અલગ પોલીસ મથકોમાં 12 જેટલા ગુના પણ નોંધાયેલ હોવાનું પોલીસે જણાવ્યું છે.
[ad_1]
Source link