પાટણ તાલુકાના વિસલવાસણા ગામના રહેવાસી પટેલ નટુભાઈ અંબારામભાઈના ઘરે રહેલા ફરીજમાં અચાનક બ્લાસ્ટ થતાં હાહાકાર મચી ગયો હતો.
આ બ્લાસ્ટને કારણે ઘરમાં રહેલી ઘરવખરીને મોટુ નુકશાન થયું છે જેનું અંદાજિત મુલ્ય રૂ. એક લાખ જેટલું થવા જાય છે. ઘટનાની જાણ થતાં ઊંઝા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી સાથે જ સલામતીના ભાગરૂપે યુજીવીસીએલના હેલ્પર દ્વારા તાત્કાલિક વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી કોઈ વધુ અનિચ્છનીય ઘટના ન બને. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ઘરની અંદર રહેલી વસ્તુઓને આગથી ભારે નુકશાન પહોંચ્યું છે.