ગુજરાતમાં તહેવારો ટાણે ભેળસેળ કરનાર લોકોને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, પાટણમાં ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સિલ કર્યુ છે. ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગે રેડ કરી હતી. રેડ કરતા બંને ગોડાઉનો બંધ મળી આવ્યા છે. ગોડાઉન માલિકનો ટેલિફોનિક સંપર્ક ન થતા મોડી રાત્રે ફૂડ વિભાગે બે ગોડાઉન સીલ કર્યા છે. ગોડાઉનમાં ખરેખર શંકાસ્પદ ઘી છે કે પછી અન્ય ખાદ્ય વસ્તુ તે ગોડાઉન ખોલ્યા પછી જ ખબર પડે તેવું લાગી રહ્યું છે.
અગાઉ કડીના જીઆઈડીસીમાં પાંચ જેટલા ગોડાઉન કાર્યવાહી
અગાઉ કડીના જીઆઈડીસીમાં પાંચ જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીની ટીમે દરોડા પાડીને નકલી ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે 297 કિલો લુઝ ઘી,4979 કિલો લુઝ પામઓઈલ, 8036 કિલો રિફાઇન પામઓઈલ અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સિઝ કરીને વધુ તપાલ હાથી ધરી છે.