અનેક કૌભાંડો અને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાના છબરડાઓમા નામાંકિત પાટણની HNGU ફરીથી ચર્ચામાં આવે છે. આ વખતે વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટમાં ખોટું નામ લખવાની ભૂલનો છબરડો સામે આવ્યો છે. આ મામલે ડિગ્રી સર્ટિફિકેટ સુધારવા ફી પણ ભરી અને એક મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છતા હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યુ નથી. વારંવાર વિવાદમાં રહેતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પોતાની ભૂલોમાં સુધાર કરવાના સ્થાને માત્ર ભૂલોમાં વધારો જ કરતી રહે છે.
વિદ્યાર્થીઓના નામ સાથે ચેડાં કેમ ?
પાટણની HNGUમાં વારંવાર ભૂલો સામે આવતી જ રહે છે અને જે મામલે વિદ્યાર્થી નેતાઓ દ્વારા અનેકવાર આંદોલન પણ કરવામાં આવ્યા છે. છતાં અગણિતવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તેમ છતાં જાણે વિદ્યાના ધામમાં કામ કરતા કર્મચારીઓને વિદ્યાર્થીઓની કાંઈ જ પરવાહ ના હોય તેમ નિષકાળજીપૂર્વક કાર્ય કરાય છે. પાટણની HNGUમાં અભ્યાસ કરતા કીર્તિભાઇ નામના વિદ્યાર્થીનું ગ્રેજ્યુએટ થયા બાદ ડિગ્રી સર્ટિફિકેટ કિરીટભાઈના નામે આપવામાં આવ્યુ,. જો કે નામમાં ભૂલ સુધારા માટે તેઓએ ફી પણ ભરી દીધી હતી. વિદ્યાર્થીએ અને ફી ભરી પણ મહિનાથી વધુ સમય વીતી ગયો તેમ છતાં સુધારેલું ડિગ્રી સર્ટિફિકેટ આજ દિન સુધી વિદ્યાર્થીને મળ્યું નથી.
પ્રાથમિક જરુરીયાતોનું ક્યારે આવશે નિવારણ ?
વિદ્યાર્થીએ વારંવાર ધક્કા ખાધા ડિગ્રી સર્ટિફિકેટ સુધારવા ફી પણ ભરી અને એક મહિનાથી પણ વધારે સમય વીતી ગયો પરંતુ ભોગ બનનાર વિદ્યાર્થી ના પ્રશ્નનો નિવેડો આજ સુધી આવ્યો નથી. ડિગ્રી સર્ટીફિકેટમાં નામમાં જ જો ગડબડ થઇ હોય તો બીજા દસ્તાવેજોમાં કેટલી ગંભીર ભૂલો થઇ હશે તે તપાસનો વિષય બન્યો છે.