ઉત્તરાયણનું પર્વ ને લઈ શહેરની વિવિધ બજારોમાં પતંગ દોરીની હાટડીઓ ખૂલી જવા પામી છે ત્યારે આ વર્ષે બજારોમાં વિવિધ પ્રકારની કાગળ અને પ્લાસ્ટીકની પતંગોની વિવિધ વેરાયટીઓ જોવા મળી રહી છે.
જેમાં નડીયાદના એક કોડી પતંગના રૂ.120, ખંભાતી રૂ.150ની કોડી આમ રૂ.120થી 200 કોડી તેમજ પ્લાસ્ટિકના રૂ.80થી 100ની કોડીથી શરૂ થાય છે. મોટી સાઈઝના પાંચ પતંગ રૂ.500નો ભાવ છે. તો વિવિધ પ્રકારની દોરીઓમાં 1000 વાર દોરીના રૂ.250થી 350 જ્યારે 5000 વારના રૂ.900થી 1600 સુધીના ભાવ છે. ચાલુ વર્ષે સારી કંપનીની દોરીના ભાવમાં 10થી 20 ટકા જેટલો ફીરકીના ભાવમાં વધારો છે. તો આ વર્ષે શહેરની બજારોમાં મોટર વડે ચાલતી દોરીની ફીરકી જે સ્વીચ ચાલુ કરતા આપો આપ દોરી લપેટવા માંડે છે. જેથી પતંગ રસીયાઓને વારંવાર ફીરકીમાં દોરી લપેટવામાંથી રાહત મળશે આ ફીકરીનો ભાવ રૂ.2000થી વધુનો છે.