ચાણસ્માથી બ્રાહ્મણવાડા સુધી રોડનું નવિનીકરણ મંજૂર થતા કામ છેલ્લા એકાદ મહિનાથી ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે ઠેરઠેર ખોદકામ પણ કરાયું છે તો કેટલીક જગ્યાએ કપચાનું લેવલ કરવામાં આવ્યું છે
પરંતુ પેવર નહીં કરાતા રોજીંદા પસાર થતા વાહનચાલકો માટે આ રોડ માથાનાદુખાવા સમાન બની ગયો છે ચાણસ્માથી બ્રાહ્મણવાડા સુધી અંદાજિત આઠ કિલોમીટર રોડનું નવીનીકરણનું કામ હાલમાં ચાલુ છે પરંતુ માર્ગ પર કપચાનું લેવલ કરી પેવર કામ છેલ્લા ઘણા સમયથી નહીં કરાતા આ રોડ પરથી છમીસા બ્રાહ્મણવાડા અને મંડલોપ સહિતના ગામોના લોકોને ચાણસ્મા આવવા માટેનો રસ્તો હોવાથી ભારે હાલાકી વેઠવી પડી રહી હોવાનું વાહનચાલકોએ જણાવ્યું હતું તેમજ મંડલોપ ગામ નજીક ઈન્ડેન ગેસ એજન્સીનું ગોડાઉન પણ આવેલું છે જેથી કરીને ગ્રાહકો પોતાના વાહનો મારફતે ગેસની બોટલો લેવા માટે આવતા હોવાથી વાહન વ્યવહાર પણ વધુ રહે છે ત્યારે સત્વરે ઝડપથી રોડનું પેવર કામ પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.