ચીતનો ખતરનાક એચએમપીવી વાયરસ ગુજરાતમાં ઘુસતા સરકાર સક્રિય થઈ છે ત્યારે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ 25 બેડના આઈસોલેશન વોર્ડ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં દર્દીઓ માટે મેડિકલની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
મેટાન્યુમો વાયરસ (એચએમપીવી) બીજા શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે જે ખાસ કરીને શિયાળામાં નાના બાળકો અને વૃદ્ધ લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે આ વાયરસ ગુજરાતમાં ઘૂસ્યો છે ત્યારે સરકારનું આરોગ્ય તંત્ર સક્રિય થયું છે. પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે જેમાં વેન્ટીલેટર, ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, મલ્ટીપેરા મોનિટર દવાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ર્ડા.પ્રતિબેન સોનીએ જાણાવ્યું હતું કે એચએમપીવી વાયરસ એ કોઈ નવો વાયરસ નથી જે 2001ની સાલમાં ઓળખી નાખ્યો હતો આ એચએમપીવી વાયરસએ એના લક્ષણોએ ફલુ જેવા લક્ષણો છે. આ વાયરસ બાળકો અને ઉંમરલાયક લોકોમાં જોવા મળતો હોય છે. તૈયારીના ભાગરૂપે આજે હોસ્પિટલમાં એક મિટીંગનું ર્ડાકટરો સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીડિયાટ્રીક ર્ડા.રાજેશ ઠક્કર અને ફીઝીશિયન ર્ડા.સવિલ સોની દ્વારા વિવિધ હોસ્પિટલના તબીબો માહિતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોલમાં એકપણ કેસ નથી પણ ભવિષ્યમાં કોઈ આવી પરિસ્થિતિ ઉભી થાય તો દર્દીના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવાના હોય છે તેની તૈયારી કરી દીધી છે. કોવિડ વખતે જે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો તે તૈયાર જ છે જોકે હાલમાં આવી કોઈ ગંભીર પરિસ્થિતિ નથી ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો આપડી પાસે પૂરતી વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું.