શિયાળાની ઋતુ ધીમે પગલે શરૂઆત થતાની સાથે જ યુરિયા ખાતર માટેની બુમરાડ સામે આવવા પામી છે તેવામા પાટણ નજીક ધાયણોજ પાસે આવેલ સોલાર પ્લાન્ટ પરિસરમાંથી ટ્રકમાં ભરવામાં આવી રહેલ સબસીડાઈઝ નિમકોટેડ યુરિયા ખાતરની 380 બોરી નાયબ ખેતી નિયામક વિસ્તરણ ટિમ અને પાટણ તાલુકા પોલીસે રેડ કરી ઝડપી પાડ્યું છે.
યુરિયા ખાતર ઝડપાયું
તમામ મુદ્દા માલ સીઝ કરી પાટણ તાલુકા પોલીસ મથકે મૂકી ને યુરિયા ખાતરના સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.ધાયણોજ ગામ પાસે આવેલા દેવનંદન રીન્યુએબલ એનર્જી સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં સબસીડાઇઝ નિમકોટેડ યુરિયાના જથ્થાનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ થતો હોવાની બાતમી આધારે નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને પાટણ તાલુકા પોલીસની સંયુક્ત ટીમે રેડ કરી ટ્રકમાં ભરવામાં આવી રહેલી સબસીડાઇઝ નીમકોટેડ યુરિયા ખાતરની 380 બેગો ઝડપી હતી.
લેબમાં મોકલાયા નમૂના
ક્રીભકો યુરિયા લખેલી 45 કિલોની 80 બેગ અને ટેકનિકલ ગ્રેડ લખેલી 45 કિલો ની 300 બેગ મળી કુલ 380 બેગો સાથે આઈસર ટ્રકને પકડી પાડી હતી ખાતર નો જથ્થો અને આઇસર ટ્રક તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા હતા.નાયબ ખેતી નિયામક ની ટીમે પકડાયેલા જથ્થામાંથી પૃથક્કરણ માટે નમુના લઇ ખાતર ચકાસણી પ્રયોગશાળા ગાંધીનગર ખાતે મોકલવામા આવ્યા છે પોલીસે આઇસર ટ્રક ચાલક ઈકોગાડી ચાલક અને સોલાર પ્લાન્ટ ના મેનેજર સામે કાર્યવાહી હાથ ધરી છે.