ચાણસ્મા હારીજ હાઇવે નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો.હારીજ હાઈવે પરના CNG પંપ પાસે ટ્રેલર, ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. હાઈવે પર પસાર થતાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા LPG ગેસના ટ્રેલર સાથે અથડાયું. ટ્રક ચાલકે ટક્કર મારતાં ટ્રેલર હાઇવે પલ્ટી મારી ગયું. અને વલસાડથી આવતી એસટી બસની પણ ટ્રેલર સાથે અથડામણ થઈ.ત્રિપલ અકસ્માતને પગલે હાઈવે પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. આ અકસ્માતમાં હજુ સુધી કોઈનું મોત થયાના સમાચાર સામે આવ્યા નથી.
વહેલી સવારે ત્રિપલ અકસ્માત
હારીજ પર વહેલી સવારે ત્રિપલ અકસ્માતની ઘટનાના સમાચારથી પંથકમાં ચકચાર મચી જવા પામી. વહેલી સવારે હાઈવે પર ટ્રેલર,ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો. જો કે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી. એસ.ટી.બસના ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ પંહોચી છે. ત્રિપલ અકસ્માતમાં એસ ટી ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતા ચાણસ્મા સિવિલ ખસેડાયો. હાઈવે પર સર્જાયેલ અકસ્માતની પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પંહોચી. જો કે અકસ્માત સર્જનાર ટ્રેલર અને ટ્રક નો ડ્રાઇવર અકસ્માત સર્જી ફરાર થયો. પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી.
વાહનચાલકો બેફામ
રાજ્યમાં હાઈવે પર વાહનચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે. લોકોને સુવિધા આપવા તંત્ર દ્વારા હાઈવે ના માર્ગ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવ્યા છે. પરંતુ વાહન ચાલકો સારા માર્ગ પર બેફામપણે વાહન હંકારી રહ્યા છે. ખાસ કરીને ટેંકર અને ટ્રક જેવા માલવાહક વાહનના ડ્રાઈવર અનેક વખત નશામાં ડ્રાઈવિંગ કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. માલવાહકના ડ્રાઈવરની બેદરકારીના કારણે માસૂમ લોકો ભોગ બને છે.કેટલાક કિસ્સામાં ગંભીર ઇજા પામે છે તો ભયાનક અકસ્માતમાં મોત થયાના કિસ્સા પણ સામે આવ્યા છે. વાહનચાલકોએ પણ પોતાની જવાબદારી સમજી ડ્રાઈવિંગ કરવું તેમના તેમજ અન્ય લોકો માટે પણ હિતાવહ રહે છે.