પાટણમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. સરસ્વતીના જામઠા ત્રણ રસ્તા પાસે અકસ્માત રીક્ષા અને ટ્રક વચ્ચેના આ અકસ્માતમાં રીક્ષા ચાલક અને પેસેન્જરનું મોત થયું છે.આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બન્ને મૃતકો બનાસકાંઠા કાંકરેજ તાલુકાના હોવાનું સામે આવ્યું છે.
ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત
સરસ્વતીના જામઠા ત્રણ રસ્તા પાસેના અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.સામેથી આવી રહેલી રીક્ષાને ટ્રકે ઠોકર મારતા રીક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. આકસ્માતના પગલે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં બે લોકોના મોત
પાટણ તરફ જઈ રહેલી રીક્ષાને સામેથી આવેલા ટ્રક ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા.આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ ઘટનીની પોલીસને જાણ કરતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આકસ્માતના પગલે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
[ad_1]
Source link