https://www.youtube.com/watch?v=an12c6xFn0
પાટણમાં અસમાજિક તત્વો બેફામ બની ગયા છે,ગત મોડી રાત્રે રિટાયર્ડ જેલરના ઘરે ફાયરિંગ કરી તોડફોડ કરી હતી અને વાહનોને નુકસાન પહોંચાડયું હતુ સાથે સાથે પાંચ થી છ લોકોએ રાત્રે આવીને ધમાલ મચાવી હતી જેલર કરશન રબારીના ઘરે આવીને ફાયરિંગ કર્યુ હતુ આ બનાવ રાધનપુર રામદેવ ટાઉનશિપનો છે અને પોલીસે ફરિયાદ નોંધીને કામગીરી હાથધરી છે.
પોલીસે નિવેદન નોંધ્યા
પોલીસે સમગ્ર ઘટનાને લઈ આસપાસના લોકોના અને પરિવારના નિવેદન નોંધ્યા છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર કેસમાં આરોપી કોણ નીકળે છે અને શા માટે આ કરવામાં આવ્યું તેને લઈ પણ પોલીસે તપાસ હાથધરી છે.મોડી રાત્રે આ ફાયરિંગ થયું હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી.હાલમાં તો સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ હોય તેવા કોઈ સમાચાર નથી.પરિવારના સભ્યો પણ અચાનક ફાયરિંગ થવાથી ચિંતામાં મૂકાયા છે.
5 થી 6 જેટલા ઈસમો રાત્રી દરમિયાન ધસી આવ્યા
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાટણના રાધનપુરમાં રિટાયર્ડ જેલર કરશન રબારીના ઘરે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરી વાહનને અને ઘરમાં નુકસાન કર્યુ હતુ,આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરવામાં આવી છે,પોલીસે સોસાયટી અને રોડ પરના સીસીટીવી પણ જપ્ત કર્યા હોવાની વાત છે.ફરિયાદના મત અનુસાર કોણ ફાયરિંગ કરી ગયુ તેનું નામ સામે આવ્યું નથી,માટે પોલીસે પણ અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.