Patanના સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા નજીક લક્ઝરી બસ પલટી, 14 મુસાફરો ઈજાગ્રસ્ત

0
7

પાટણના સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા નજીક ખાનગી લક્ઝરી બસે પલટી મારી છે, ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે જેમાં 14 મુસાફરોને ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો ઘટના બનતાની સાથે પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

લક્ઝરી બસમાં સવાર 14 મુસાફરોને થઈ ઇજાઓ

રાજસ્થાનના જોધપુરથી સુરત જતી બસને અકસ્માત નડયો છે જેમાં લકઝરી બસમાં સવાર 14 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, રોડના ટર્નિગ પર જ બસે પલટી મારી છે તો મહત્વનું છે કે અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે અને પોલીસે અલગ-અલગ મુસાફરોના નિવેદન પણ નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથધરી છે, જે મુસાફરોની તબિયત સારી છે તે લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે, ડ્રાઈવર કંઈ દિશામાં આગળ વધ્યો તેને લઈ પોલીસે અલગ-અલગ જગ્યાના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને ડ્રાઈવર સામે ગુનો નોંધાઈ શકે છે, મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફરના મોત થયા નથી એટલે રાહતની વાત છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here