પાટણ જિલ્લામાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જોવા મળ્યો છે. પાટણમાં દારૂબંધી કાયદાના ધજાગરા ઉડ્યા. જિલ્લામાં રાધનપુરમાં ખૂલ્લેઆમ વિદેશી દારુ અને બિયરનું વેચાણ થઈ રહ્યું છે. મશાલી રોડ પર દારૂ-બિયરનું જાહેરમાં વેચાણ થતો એક વીડિયો વાયરલ થયો છે. જિલ્લામાં જાહેરમાં વેચાતા દારૂના વાયરલ વીડિયો બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય છે. કે એક સામાન્ય બુટલેગર આ રીતે દારૂનું વેચાણ કરે છે તો પછી ધંધાકીય ગુનેગારો જિલ્લામાં કેટલો દારૂ ઠલવાતા હશે.
રાધનપુરમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ
રાધનપુરમાં મશાલી રોડ પર ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાનું એક વાયરલ વીડિયોએ પોલ ખોલી. આ વીડિયોમાં દેખાય છે કે બરફ લઈ જવાના આઈસ બેગમાં 25 કે તેથી વધુ ટીન મૂકયા છે. આ ટીનમાં કોઈ કોલ્ડ ડ્રીંક નહીં પરંતુ પ્રતિબંધિત દારુ-બિયર જેવા આલ્કોલની સામગ્રી ભરેલી છે. તેની પાસે બેસેલ શખ્સ ખુલ્લેઆમ દારુ-બિયરનું વેચાણ કરે છે અને વધુ આશ્ચર્યની વાત છે કે વેચાણ કરતા સ્થળ પર ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા છે. બુટલેગરે દારુ-બિયરના વેચાણની કિમંત લેવા સ્થળ પર સ્કેનર લટકાવ્યું છે.
પોલીસની કામગીરી પર સવાલ
રાધનપુરમાં ખુલ્લેઆમ બિયરના વેચાણને લઈને સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. એવું લાગે છે કે પોલીસની રહેમ નજર હેઠળ આ કારોબાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં પાટણમાં દારુના વેચાણમાં વધારો થયો છે. અગાઉ પાટણ પોલીસે પદમનાથ ચાર રસ્તા પાસેથી₹4.30 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ગુજરાતમાં વર્ષ 1960 થી દારૂબંધી લાગુ થઈ હોવા છતાં આજે પણ રાજ્યમાં પ્રતિબંધિત દારુનું વેચાણ થઈ રહ્યું છે. વર્ષ 2024માં ગુજરાતમાં 22 કરોડથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો. આ આંકડા રાજ્યમાં દારૂબંધીના કાયદાની અમલવારી પર સવાલો ઉભા કરે છે.
[ad_1]
Source link