- ગોધરાની તાહુરા તુવેરદાળ મીલમાંથી ઝડપાયો જથ્થો
- જાહેર વિતરણના માર્ક વાળા આંધ્ર પ્રદેશના પેકેટ મળ્યા
- જાહેર વિતરણ વ્યવસ્થાના ભંગ બદલ કાર્યવાહી
પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગોધરાના શેખ મજાવાર રોડ પર આવેલી તાહુરા તુવર દાળ મીલમાંથી અનઅધિકૃત તુવર દાળનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તુવર દાળ મીલની અચાનક કરાયેલ તપાસ દરમિયાન ટ્રકમાંથી તુવર દાળનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો.
અનધિકૃત તુવેરદાળ એક-એક કિલોના પેકેટમાં હતી
મીલમાં તપાસ કરતા સરકારી અનાજના જાહેર વિતરણના માર્ક વાળા આંધ્રપ્રદેશ રાજ્યના એક એક કિલોના પેકેટ પણ મળી આવ્યા છે. તપાસ દરમિયાન આંધ્રપ્રદેશથી આ પેકેટ લાવી તેને ખોલી 50 કિલોના પેકેટમાં ભરવામાં આવતા હતા. ત્યારે તેને લઈને અધિકારીએ કાર્યવાહી શરૂ કરી છે.
જાહેર વિતરણ વ્યવસ્થાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી
આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમે તુવર દાળ મીલમાં અનઅધિકૃત રીતે તુવર દાળ આંધ્રપ્રદેશના જાહેર વિતરણ વ્યવસ્થાના એક કિલોના પેકેટ કોઈ રીતે લાવવામાં આવતા હોવાની શંકા લાગતા મીલને હાલમાં સીલ કરી દીધી છે. પુરવઠા અધિકારી દ્વારા ટ્રક અને તુવર દાળની મીલને જાહેર વિતરણ વ્યવસ્થાના ભંગ કરવા બાબતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિધ્ધપુરની GIDCમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો
પાટણ જિલ્લાના સિધ્ધપુરની GIDCમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને GIDCના પ્લોટ નંબર 237માં આવેલી ડેરીવાલા પ્રોડક્ટસ નામની ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી લીધો છે. GIDCમાં આવેલી આ ફેક્ટરીમાં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને ફૂડ વિભાગે રેડમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપ્યો છે અને સિલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓ થોડા વધારે રૂપિયા કમાવવા માટે ઘણા હાનિકારક કેમિકલોનો ઉપયોગ કરીને ઘણા પ્રકારની સસ્તી ખાદ્ય સામગ્રી બનાવતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, ત્યારે આવા લોકો સામે ફૂડ વિભાગ કડક બન્યો છે અને કાર્યવાહી કરી રહ્યો છે.