- શહેરના કંજરી રોડ પર આવેલ હોટલ અને જીમ સીલ કરાઇ
- જિમની ફાયર પરમીશન આઉડેટેડ હોવાનું ખૂલ્યું
- હોટલમાં કરાયું હતું ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરનું વહીવટી તંત્ર જાગૃત થઈ ગયું છે અને ઠેરઠેર ફાયર સેફટીને લઈને તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સફળ જાગેલ તંત્રમાં પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે જેને શહેરના હોટેલ અને જિમમાં તપાસ કરીને ફાયર સેફટી વગરના એકમો સામે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરીને હાલોલમાં જિમ અને હોટેલ એકમો ખાતે તપાસ હાથ ધરી હતી. હાલોલ નગરમાં કંજરી રોડ પર આવેલ હોટલ અને જીમમાં તપાસ કરીને તેમાં ફાયર સેફટીની ઉણપો સામે આવતા તેમને સિલ કર્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે હાલોલ નગરપાલિકા દ્વારા જે જિમને સીલ કરવામાં આવ્યું છે તેમાં ફાયર પરમીશન આઉડેટેડ હતી. તો, સાથે સાથે, ફાયર સેફટીના નિયમોનું પણ ઉલ્લઘન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં, હાલોલની જાણીતી સ્કાય હિલ હોટલને પણ ફાયર સેફટીના અભાવને કારણે સીલ કરવામાં આવી હતી. 20થી વધુ હોટલના રૂમમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું તપાસ દરમિયાન સામે આવતા હોટેલને પણ સીલ કરવામાં આવી હતી.