Prashant Samtani, Panchmahal – હાલ લગ્ન સીઝન શરૂ થઈ ગઈ છે. લોકો ખુબ મોટી સંખ્યામાં લગ્ન કરી રહ્યા છે. 2 વર્ષથી કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે અસંખ્ય લોકોના લગ્ન તથા અન્ય પ્રસંગો અટકી ગયા હતા. પરંતુ હાલ પરિસ્થિતિ સામાન્ય થતાં લોકો ફરીથી ધામધૂમથી પોતાના પ્રસંગો ઉજવી રહ્યા છે. તેવામાં હાલ સમયમાં ડી. જે સાઉન્ડ સિસ્ટમ ની બજાર માં ખુબ મંહ વધી છે. લોકો પોતાના લગ્ન પ્રસોંગોમાં અત્યાધુનિક ડી.જે સિસ્ટમ ની માંગ કરે છે. ડી.જે. સિસ્ટમ સાથે લોકોમાં લાઈટિંગનો પણ ક્રેઝ વધી રહ્યો છે. લોકો અવનવી લાઈટિંગ જેમકે શર્પી, એલ. ઇ. ડી. લાઈટ , લેસર લાઈટ, ફોગ લાઈટ, વગેરે ની માંગ કરે છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા ડી. જે. રાજ સાઉન્ડ સિસ્ટમ ના માલિક નિલેશભાઈ સામતાણી છેલ્લા 30 વર્ષોથી ડી.જે. સાઉન્ડ સિસ્ટમ ના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમની સાથે વાત કરતા જણાયું કે , હાલ લગ્ન સીઝન માં લોકો ધામ ધૂમ થી પોતાના લગ્ન પ્રસંગો ઉજવી રહ્યા છે. લગ્ન પ્રસંગો માં લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમની માંગ કરે છે. લોકો લાઈનરી સિસ્ટમ વગેરેની માંગ કરતા હોય છે.
લગ્ન સિઝના પહેલેથીજ મોટી સંખ્યામાં બુકિંગ –
ડી.જે રાજના માલિક નિલેશભાઈ એ જણાવ્યું હતું કે તેમની પાસે લગ્ન સીઝન ના 5 મહિના અગાઉથી જ મોટી સંખ્યામાં ડીજે સાઉન્ડ સિસ્ટમના ઓર્ડર લોકો આપી રહ્યા છે.
વધુ માં નિલેશભાઇએ જણાવ્યું હતું કે, તેઓ લગ્ન પ્રસંગોમાં ડી જેના ઓર્ડર લેવાની સાથે સાથે તેઓ નવી તથા જૂની ડી.જે સાઉન્ડ સિસ્ટમ વહેચવાનું પણ ધંધો કરે છે. ડી.જે. સાઉન્ડ ચલાવતા લોકો તેમની પાસે લગ્ન સીઝન શરૂ થતાં પહેલાં તેમની પાસે થી મોટી સંખ્યામાં ડીજે સાઉન્ડ સિસ્ટમ ખરીદવા માટે પણ આવતા હોય છે.
**ડી. જે. રાજ સાઉન્ડ સિસ્ટમ – ઓવર બ્રિજ ઉતરતા, યોગેશ્વર સોસાયટી સામે, ભુરાવાવ , ગોધરા જી. પંચમહાલ.**મોબાઈલ – 9824592314.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર