Panchmahal: 20 વર્ષના ગુજ્જુ યુવાને શરૂ કર્યું સ્ટાર્ટ અપ, પિતા અને મિત્રો પાસેથી ઉછીના લીધા પૈસા!

HomeGodhraPanchmahal: 20 વર્ષના ગુજ્જુ યુવાને શરૂ કર્યું સ્ટાર્ટ અપ, પિતા અને મિત્રો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Prashant Samtani, Panchmahal – વર્તમાન સમયમાં દિવસએ ને દિવસેએ કોમર્સ બિઝનનું ચલણ વધતું જાય છે, લોકો હવે ભીડભડવાળા માર્કેટમાં જવાને બદલે પોતાના જ ઘરેથી બધી પ્રોડક્ટસ મંગાવવાનો આગ્રહ કરતા હોય છે, ઘણી બધી મોટી મોટી કંપનીઓ જમાના પ્રમાણે ઓફલાઈન માર્કેટથી ઓનલાઇન થઈ રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના 20 વર્ષીય યુવાન નિતેશ દ્વારા એક અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે.  તમને જાણીને નવાઈ લાગશે કે, નિતેશ અત્યારે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે, અભ્યાસની સાથે સાથે જ નિતેશ પોતાના ઘરેથી જ એક ઓનલાઇન સ્ટાર્ટઅપ પણ ચલાવી રહ્યો છે.

વર્તમાન સમયમાં જ્યારે યુવાનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરીની શોધમાં વિવિધ કંપનીમાં આંટાફેરા મારતાં હોય છે આ ટ્રેન્ડની વચ્ચે ગોધરાના યુવાન દ્વારા પોતે youtube અને google ની મદદથી વેબસાઈટ ડેવલોપિંગનો કોડ શીખીને પોતાના જ ઘરે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સ્ટાર્ટઅપ માટે તેણે માતા પિતાથી અને મિત્રોથી 20 હજાર રૂપિયા ઉછીના લઈને એસ.એસ બજાર નામનો બિઝનેસ શરૂ કરવામાં આવ્યો છે. આ બિઝનેસની ખાસ વાતમાં જોઈએ તો નિતેશ દ્વારા એક નવા પ્રકારની વેબસાઈટ ડેવલોપ કરવામાં આવી છે, જેમાં કોઈપણ વ્યક્તિ વેબસાઈટની મધ્યમથી પોતાને મનગમતી ડિઝાઇન પોતાને મનગમતી પ્રોડક્ટ પર કરી શકે છે અને વેબસાઈટ ના પ્લેટફોર્મ પર જ એક ડિઝાઇનિંગ ટૂલ ઉપલબ્ધ હોય છે, જે ડિઝાઇન કર્યા પછી નિતેશ પાસે ઓર્ડર આવતા હોય છે અને નિતેશ તે ઓર્ડરને તેના પાર્ટનર કરેલા પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટ કરાવીને તેના પાર્ટનર કરેલા કુરિયર કંપનીના માધ્યમથી કસ્ટમરના ઘર સુધી પહોંચાડતો હોય છે.

**Amazon ના માલિકથી પ્રેરણા લઈ શરૂ કર્યું સ્ટાર્ટ અપ.
**
નિતેશ દ્વારા વાત કરતાં જણાવ્યું હતું કે, એક દિવસ તેને એક મોટીવેશનલ સ્પીકરને સાંભળ્યા તેમાં તેને શીખવા મળ્યું તે કેવી રીતે amazon કંપનીની શરૂઆત એક નાનકડા રૂમથી થઈ હતી, અને આજે તેના માલિક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે,  તેનાથી પ્રેરણા લઈ નિતેશ દ્વારા 2 વર્ષ રિસર્ચ કરવામાં આવ્યું અને તેના અંતે તેણે ઓનલાઈન ઈ કોમર્સ બિઝનેસની શરૂઆત કરી અને અત્યારે 2મહિનાથી નિતેશ પોતાના ઘરેથી જ આ ઓનલાઈન બિઝનેસ ચલાવી રહ્યો છે, અને મહિને 15 થી 20 હજાર રૂપિયા ની આવક મેળવી રહ્યો છે.

નિતેશ અશોકભાઈ સામતાણી દ્વારા શરૂ કરવામાં આવેલા બિઝનેસને લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાને મનગમતી પ્રોડક્ટ્સ જેમાં મગ, પિલ્લો,કિચન વગેરે જેવી વસ્તુઓ પોતાની મનગમતી ડિઝાઇન કરાવીને ઓર્ડરથી મંગાવી રહ્યા છે.

નિતેશ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ કોમર્સ વેબસાઇટ – https://ssbazaar.in/

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon