Prashant Samtani panchmahal – જે લોકોને બાળક નથી હોતું તેવા લોકો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા વિકાસ પામેલ IVF ટેકનોલોજી વરદાનરૂપી સાબિત થઈ છે. પંચમહાલ અને મહિસાગર જિલ્લાની વચ્ચે એકમાત્ર IVF સેન્ટર આવેલું છે. જેમાં રોજના એક થી બે જેટલી IVF TREATMENT થતી હોય છે.
જે લોકો ની:સંતાન હોય છે તેઓ પોતાને કમ નસીબ સમજતા હોય છે જે દવા અને દુઆ બંને પર વિશ્વાસ રાખીને બંને રીતે પોતાનો ઈલાજ કરાવતા હોય છે. પરંતુ વિજ્ઞાનના થયેલા વિકાસના કારણે આવા લોકો માટે ivf પદ્ધતિ એક વરદાન રૂપે સાબિત થઈ છે. અત્યારના સમયમાં લોકો મહત્તમ ધોરણે IVF પદ્ધતિનો ઉપયોગ કરતા થયા છે. જેને ઇન્ટરા વિટ્રો ફર્ટિલાઈઝેશન પણ કહેવામાં આવે છે.
ગોધરા શહેરના ખૂબ જ નામચીન ગાયનેક ડોક્ટર સુજાત વલી દ્વારા 2011 ની સાલ થી ગોધરા ખાતે IVF સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ડોક્ટર સુજાત વલિ દ્વારા શરૂ કરવામાં આવેલ IVF સેન્ટર થકી લોકોને ગોધરા શહેરમાં જ નિર્ધારિત કરેલ મધ્યમ દર ની અંદર જ સારવાર મળી રહેતી હોય છે.
News18ગુજરાતી
તે પહેલા લોકોએ IVF ની સાઇકલ માટે અમદાવાદ અને વડોદરા જેવી મોટી સિટીમાં જવું પડતું હતું. પરંતુ ડોક્ટર વલી દ્વારા શરૂ કરવામાં IVF સેન્ટર થકી પંચમહાલ અને મહીસાગર જિલ્લાના લોકો સરળતાથી ઈલાજ કરાવી શકે તે શક્ય બન્યું છે. આ IVF સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં કુલ 250 સાયકલ કરવામાં આવેલ છે જેમાંથી 50% સફળ રેશિયો રહેતો હોય છે.
સામાન્ય રીતે IVF ની એક સાઇકલ માટે ₹1,70,000 નો ખર્ચ થતો હોય છે. આ ઉપરાંત ડોક્ટર સુજાત વાલી દ્વારા એક ખાસ સ્કીમ પણ શરૂ કરવામાં આવી છે . જેમાં મનીબેક ગેરંટી પણ આપવામાં આવતી હોય છે , જે થકી એક વખત નિર્ધારિત રકમ આપ્યા પછી કુલ પાંચ સાયકલમાં ઈલાજ કરવામાં આવે છે અને જો પાંચ સાયકલમાં સફળતા ન મળે તો તમામ રૂપિયા પરત કરી દેવામાં આવતા હોય છે. લોકો આ સ્કીમને વધુ પસંદ કરી રહ્યા છે. તેમજ સ્કીમની ડિમાન્ડ ને જોઈને ડોક્ટર સુજાત વલી દ્વારા વધુને વધુ લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરાવીને સંતાન સુખ પ્રાપ્ત કરે તે માટે ઘણા બધા સેમીનાર , વર્કશોપ રાખીને લોકોને ivf પદ્ધતિ વિશે માહિતી પણ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ડોક્ટર સુજાત વલિત દ્વારા બુક્સ લખીને તેના માધ્યમથી લોકો આ પદ્ધતિથી જાગૃત થાય અને વિજ્ઞાનના અમૂલ્ય વરદાન નો ઉપયોગ કરે તે માટે ઘણા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવતા હોય છે.
આ ઉપરાંત ડોક્ટર સુજાત વલી દ્વારા લેઝર મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો લાભ ફક્ત પંચમહાલના જ નહીં પરંતુ દાહોદ, મહીસાગર , અમદાવાદ , વડોદરાથી પણ લોકો લેતા હોય છે . જેમાં લેઝર મશીનના માધ્યમથી જીનેટીક ટેસ્ટ માટેની બાયોપ્સી કરવામાં આવતી હોય છે , જે પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ખર્ચાળું હોય છે. તેમ છતાં ગોધરા જેવા પછાત વિસ્તારમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થવાથી લોકોએ મોટી સીટીઓના ધક્કા ખાવાનું બંધ થયું છે અને જીનેટીક ટેસ્ટ માટે બાયોપ્સી કરાવવા ગોધરામાં જ શક્ય બન્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર