Prashant Samtani, Panchmahal – ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે, ગુજરાતીઓ ઢોકળા અને હાંડવો ખાવાનું ખુબજ પસંદ કરતા હોય છે. ઢોકળા અને હાંડવો એ ગુજરાતની વાનગી છે. ઢોકળા એ બાફેલું હોવાથી તેનાથી સ્વાસ્થને વધુ પડતું અસર થતું નથી . લોકો સવારના નાસ્તામાં ઢોકળા અને હાંડવો ખાવાનુ વધુ પસંદ કરતા હોય છે. ઢોકળા અને હાંડવો જે સ્વાદ ગુજરાત રાજ્યમાં મળે છે તે દેશના અન્ય રાજ્યોમાં મળતું નથી. લોકો ઢોકળા ને ખમણ સમજીને ખાય છે. ગુજરાતી ઢોકળા અને હાંડવાનો અસલી સ્વાદ તો ગુજરાતમાં ચાખવા મળે. ગુજરાત જેવું સ્વાદિષ્ટ ઢોકળા અને હાંડવા આખાય દેશમાં મળતા નથી તેથી વિવિધ રાજ્યોના લોકો સ્પેશીયલ ઢોકળા ખાવા ગુજરાત આવતા હોય છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે વર્ષ 2013 માં પરાગભાઇ સુખડીયા દ્વારા લાઈવ ઢોકળા વેચવાનું શરૂ કર્યું હતું. ગોધરા શહેરમાં સૌપ્રથમ વખત પરાગભાઇ દ્વારા બજારમાં લાઈવ ઢોકળા નો કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના ઢોકળા તથા લાઈવ ગુજરાતી હાંડવો શરૂ કર્યો હતો. લાઈવ ઢોકળા ને ગોધરાની જનતા નો ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે.
રોજના 15 થી 20 કિલો ઢોકળા અને 50 થી 60 પીસ હાંડવો વેચાય છે. –
સુખડીયા લાઈવ ઢોકળા ખાતે દિવસના 15 થી 20 કિલો થી પણ વધારે ઢોકળા અને 50 થી 60 પીસ હંડવાના વેચાય છે. અને વિકેન્ડ ના દિવસે તો લોકો ઢોકળા લેવા માટે લાઈનો લગાડે છે.
10 વર્ષ નોકરી કર્યા બાદ શરૂ કર્યો પોતાનો ધંધો –
પરાગભાઇ એ 10 વર્ષ સુધી સોડા ની દુકાનમાં નોકરી કરી હતી. ત્યારે તેમની અંદર કઈ નવું શરૂ કરવાની ધગશ ના કારણે તેમને ગોધરાના બગીચા રોડ વિસ્તારમાં રોડ પર કાઉન્ટર મૂકી ઢોકળાંનું વેચાણ કરતા હતા. તેમની સખત મહેનત અને ઢોકળાના સ્વાદ ના લીધે તેમને આ ધંધા માં ખુબજ પ્રગતિ કરી અને દુકાન શરૂ કરી છે.
સુખડીયા લાઈવ ઢોકળા – મોદીની વાડી પાસે , બગીચાની બાજુમાં ગોધરા.
મોબાઈલ – 9824554171
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર