પંચમહાલના શહેરા તાલુકામાં આવેલી 244 શાળા પૈકી 152 જેટલી શાળાઓ જર્જરિત છે. જેમાં ડેમલી ગામની નાયક ફળિયા વર્ગ પ્રાથમિક શાળા છેલ્લા બે વર્ષથી રાજીવ ગાંધી ભવનમાં ચાલી રહી છે. ડેમલી ગામના ગ્રામજનો દ્વારા શાળાની સમસ્યાને લઈને અનેક વખત સરકારમાં રજૂઆત કરાઈ છે. છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે શિક્ષણ વિભાગ વહેલી તકે આ પ્રશ્નોને ધ્યાનમાં લઈ શાળાના જર્જરિત ઓરડાનું રિનોવેશન કરી પુરતા શિક્ષકો શાળામાં ફાળવે તેવું ડેમલીના ગ્રામજનોનું કહેવું છે.
શાળાઓ બિસ્માર હાલતમાં
પંચમહાલના શહેરા તાલુકામાં આવેલી 244 શાળા પૈકી 152 જેટલી શાળાઓ જર્જરિત છે. કહી શકાય કે પંચમહાલમાં 50% ઉપરાંત શાળાઓના વર્ગખંડો રદ કરી દેવામાં આવ્યા છે. આ તાલુકાની એક એવી શાળા ડેમલી ગામની નાયક ફળિયા વર્ગ પ્રાથમિક શાળા છે જે પાછલા બે વર્ષથી રાજીવ ગાંધી ભવનમાં ચાલી રહી છે. અને એક થી પાંચ ધોરણની શાળામાં વિદ્યાર્થીઓને બે શિક્ષકો શિક્ષણ પૂરું પાડી રહ્યા હતા. જ્યારે તાલુકાની ઘણી બધી પ્રાથમિક શાળાના વર્ગખંડો જર્જરિત હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ત્યાં બેસાડવામાં નથી આવી રહ્યા અને શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાના નવીન મકાનો બને તે માટેના પ્રયત્નો કરવામાં આવતો હોય છે. રાજીવ ગાંધી ભવન ખાતે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તેમને અભ્યાસમાં પણ તકલીફ પડતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળતા હોય તેમ છતાં સંબંધિત તંત્ર જે જવાબદાર છે તે આવી અનેક શાળાના મકાનો બનાવવામાં શુભ મુહૂર્તની રાહ દેખી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.
શાળા સમસ્યા મુદ્દે ગ્રામજનોની રજૂઆત
શાળા સમિતિ દ્વારા પણ આ શાળાનું મકાન નવીન બને તે માટે અનેક રજૂઆતો લાગતી વળગતી કચેરી ખાતે કરવામાં આવવા સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃણાલ હઠીલા દ્વારા પણ 152 જેટલી શાળાના જર્જરિત વર્ગખંડો નવીન બની જાય વહેલી તકે તે માટેના પ્રયત્નો તેઓ દ્વારા કરવામાં આવા સાથે વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ ન પડે તે માટે તેઓ તે ગામની શાળાની પણ મુલાકાત લઈને વ્યવસ્થા કરતા હોય છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગ સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્રો શાળા ના ભીત પર લખતા હોય છે જાહેરાતો પાછળ લખલૂટ ખર્ચો પણ કરતા હોય છે ત્યારે આ શાળાની સમસ્યા જોતા આ સૂત્રો કેટલા સાર્થક ગણી શકાય તે આ જોતાં જ દેખાઈ આવે છે. જાહેરાતો પાછળ મોટા ખર્ચાઓ કરતી સરકાર જરૂરિયાતોની અવગણના કેમ કરે છે?