Palika Election 2025: રાજકોટમાં નગરપાલિકા અને તાલુકાપંચાયતની પેટા ચૂંટણી યોજાશે

HomeRAJKOTPalika Election 2025: રાજકોટમાં નગરપાલિકા અને તાલુકાપંચાયતની પેટા ચૂંટણી યોજાશે

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો સ્થાનિક સ્તરે સક્રિય થયા છે.રાજકોટ જિલ્લામાં જસદણ, ભાયવાદર, જેતપુર-નવાગઢ અને ધોરાજીમાં નગરપાલિકામાં ચૂંટણી યોજાશે.આ ઉપરાંત રાજકોટમાં ઉપલેટાના ડુમીયાણામાં, પાનેલી મોટીમાં, જસદણના આંબરડીમાં અને ભાડલામાં તેમજ જેતપુરના પીઠડીયા અને ગોંડલના સુલતાનપુરમાં તાલુકા પંચાયતની ચૂંટણી થશે.

રાજકીય પક્ષો વચ્ચે જંગ

જસદણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ, આપ સહિત ભાજપ પણ સક્રિય થયું છે. ચૂંટણીને લઈને જસદણમાં કમળાપુર રોડ પર ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલયખાતે પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ પૂર્વ નગરપાલિકાના સદસ્યો વિવિધ સમાજના આગેવાનો સાથે કેબિનેટ પ્રધાન કુવરજી બાવળિયાએ બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક ચૂંટણીની રણનીતિને લઈને વિસ્તારના સારા લોકો અને પાર્ટીના વફાદાર લોકોને ટિકિટ આપવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. તો સામે પક્ષે કોંગ્રેસ પણ લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ હવે સ્થાનિક સ્તરે પણ લડી લેવાના મૂડમાં છે. જો કે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓને મહત્વ આપ્યું છે. અને અન્ય પક્ષ સાથે ગંઠબંધન કરવા જેવા કેટલાક મહત્વની બાબતોનો નિર્ણય સ્થાનિક નેતાઓ પર છોડ્યો છે. ત્યારે હવે આ ચૂંટણીમાં આપ પક્ષ શું કરશે તે જોવાનું રહેશે.

નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ જસદણ નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન હતું. રાજકોટમાં ઉપલેટાના ડુમીયાણામાં, પાનેલી મોટીમાં, જસદણના આંબરડીમાં અને ભાડલામાં તેમજ જેતપુરના પીઠડીયા અને ગોંડલના સુલતાનપુરમાં તાલુકા પંચાયતની ચૂંટણી થશે. રાજ્ય આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 1 મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ થશે.27 જાન્યુઆરી 2025 નાં રોજ જાહેરનામુ પ્રસિદ્ધ થશે. ફોર્મ ભરવા માટે 1 ફેબ્રુઆરી 2025, જ્યારે 18 ફેબ્રુઆરી 2025 નાં રોજ મતગણતરી યોજાશે.

મહત્વનું છે કે જસદણ નગરપાલિકાને 1995 બાદ નગરપાલિકાનો દરજો મળ્યો હતો ત્યારથી લઈ જસદણ નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે 2007માં કોંગ્રેસે ભાજપ પાસેથી જસદણ નગરપાલિકા જૂટવી હતી પરંતુ માત્ર અઢી વર્ષ કોંગ્રેસ શાસન કરી શક્યું હતું ત્યારથી લઈ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીનું જસદણ નગરપાલિકા પ્રભુત્વ રહ્યું છે આગામી ચૂંટણીમાં જસદણ નગરપાલિકામાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી નો ત્રિપાઠીયો જંગ થશે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ સાથે જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમ જ રજા પર પ્રતિબંધ લાગશે. જયારે જેતપુર નગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાશે.

પ્રશ્નો થશે હલ

નગરપાલિકામાં ભાજપના શાસનમાં શહેરના રોડ રસ્તા, ભૂગર્ભ ગટર જેવા વિકાસના કામો થયા છે. જેમાં રોડ-રસ્તા પાકા તો થયા છે, પરંતુ શહેરના મુખ્ય રોડના જ કામો થયા છે, ગલીઓના રસ્તાઓ તો હુજ ધુળ જ ખાય છે. સાથે ભૂગર્ભ ગટરની ચેમ્બરો પણ ઢાંકણ વગરની અથવા તો તૂટેલ હાલતમાં છે. જેના કારણે અકસ્માતના બનાવો પણ બને છે. ત્યારે સ્થાનિક મતદારો આવનારા શાષકો પાસે સુશાસનની અપેક્ષા રાખી રહ્યા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400