પાલનપુર નજીક આવેલા જગાણા ગામથી લાલાવાડા જવાના માર્ગમાં બનાસ ડેરી જઈ રહેલ જીએસપીએલની પાઈપલાઈનની ટીએલપીની કામગીરી ચાલી રહી છે.જ્યાં પાઈપમાં કોરોઝન ન થાય તે માટે ખાડા કરી અને તેમાં પાઈપ બહાર કાઢી અને જોઈન્ટ લગાવવાની અને ટીએલપીની કામગીરી ચાલી રહી હતી.
તે દરમ્યાન અચાનક માટીની ભેખડ પડતા બે મજુર દટાયા હતા.ઉપરોક્ત બનાવ અંગે સુત્રો દ્વારા પ્રાપ્ત માહીતી અનુસાર જીએસપીએલની બનાસ ડેરી ગેસની પાઈપલાઈનમાં ટીએલપીની કામગીરી ચાલી રહી હતી.તેમાં કેરળ અને આસામના બે શ્રમિક કામગીરી કરી રહ્યા હતા. આમ ગેસની પાઈપલાઈન સાથે કોઈ છેડછાડ થાય તો તેની જાણકા કંપનીને થાય તે માટે કોરોઝન નીસુરક્ષા અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમ્યાન પાઈપ ખુલ્લી કરી અને તેમાં મશીન દ્વારા ટીએલપીની કામગીરી કરવામાં આવી રહી હતી.તે દરમ્યાન માટીની ભેખડ પડતા બંને શ્રમિકો માટીમાં દટાઈ જતાં માંડમાંડ બંનેને બહાર કાઢી અને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન કેરળના સસંજુ એમ નામના 26 વર્ષીય શ્રમિકનુ મોત નિપજ્યુ હતુ.જ્યારે પાર્થ દત્તા નામના યુવકની તબીયત સારવાર દરમ્યાન સુધારા પર આવી હતી.આ અંગે હોસ્પિટલમાં જીએસપીએલના અધિકારીઓ દોડી આવ્યા હતા.આમ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડની બનાસડેરીની લાઈનમાં કામગીરી દરમ્યાન જગાણાથી લાલાવાડા રોડ પર ખેતર પાસે આ ઘટના બની હતી.જે અંગે પોલીસને જાણ થતાં પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.