- ફેક્ટરીની ખુલ્લી જગ્યામાં રમતા બાળકોને કારચાલકે ફંગોળ્યા
- તે વખતે તેમના બાળકો ફેકટરીની ખુલ્લી જગ્યામાં રમતા હતા
- 40 ફુટ દુર ફેકટરી તરફ ગાડી ઘુસાડી અને બાળકો રમતા હતા
પાલનપુર તાલુકાના ખોડલા ગાર્મે રહેતા અને સુરેશભાઈ મણીલાલ ડામોર ખોડલા ખાતે કેટલફીડ બનાવવાનું કામનું ચણતર કામ કરતા હતા તે વખતે તેમના બાળકો ફેકટરીની ખુલ્લી જગ્યામાં રમતા હતા તે વખતે સ્વીફટ કારના ચાલકે રોડની રોગ સાઈડમાં રોડ થી 40 ફુટ દુર ફેકટરી તરફ ગાડી ઘુસાડી અને બાળકો રમતા હતા તેમને ફંગોળી દીધેલ અને ગાડી મુકી નાસી ગયેલ જેમા સુરેશભાઈનો દિકરો સહદેવ ઉ.વ.6 અને તેમના ગામના ચિરાગ જાનુભાઈ તડવી ઉ.વ.6 તથા સુરેશભાઈના ફોઈની દિકરી ધામાબેન દિપાભાઈ માવી ઉ.વ.18 ને શરીરે ખુબ જ ગંભીર ઈજાઓ થયેલ આથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ જ્યાં ફરજ પરના તબીબે સહદેવને મૃત જાહેર કરેલ અને ચિરાગને વધુ સારવાર અર્થે ખાનગી આઈસીયુમાં લઈ ગયેલ અને તેનું પણ સારવાર અર્થે મોત થયેલ અને ધામાબેન સારવાર હેઠળ દાખલ કરેલ છે.આમ સ્વીફટ કાર નંબર જીજે 27 એએ 0168 ના ચાલકે ગફલતભર્યું અને પુરઝડપે વાહન હંકારી અને રોગ સાઈડે 40 ફુટ દુર ફેકટરીની ખુલ્લી જગ્યામાં ગાડી ઘુસેડી લઈ બે બાળકોના મોત નિપજાવી અને એક યુવતીને ઈજા કરી નાસી છુટયો હતો.