Palanpur: લકઝરી બસના ડ્રાઈવર-કંડક્ટર નશીલા પદાર્થની હેરાફેરી કરતા પકડાયા

0
7

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં કેટલાક સમયગાળાથી માદક પદાર્થોનું વેચાણ કરી અને યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાલનપુર એસઓજીની ટીમે અલગ અલગ બે સ્થળે વોચ ગોઠવીને ગાંજો તથા અફીણનો જથ્થો ઝડપી લઈ અને તપાસ હાથ ધરી છે. જેમાં ડીસા સીમ વિસ્તારમાંથી 53.265 કિલો ગાંજો મળી આવ્યો છે.

જ્યારે ખેમાણા ટોલનાકા પાસે લકઝરી બસમાંથી 28 કિલો ગાંજો અને 4 કિલો અફીણનો રસ મળી આવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે એસઓજી દ્વારા ખાનગી રાહે વોચ ગોઠવી અને બાતમી આધારે ડ્રગનું વેચાણ કરનારાઓને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં બનાસકાંઠા એસઓજી પીઆઈ એચ. બી. ધાંધલ્યાને મળેલ બાતમી આધારે ડીસા ડોલીવાસથી બનાસ નદી તરફ જતા હનુમાન મંદિર પાસે આવેલ રાજુભાઈ સૈનીના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા કેશરસિંહ પરબતસિંહ વાઘેલા તથા ધારસિંહ પચાણજીએ ખેતરના સેંઢા પર છુટાછવાયા ગાંજાના છોડ ઉગાડેલ હોવાની બાતમી મળતા એસઓજી પીઆઈ તથા તેમની ટીમે તપાસ કરતા બંન્ને ઈસમોએ કુલ 53.265 કિલોગ્રામ કિંમત રૂ.5,32,650નો ગાંજો વાવેલ હોવાનું મળી આવતા જથ્થો કબ્જે લઈ અને બંન્ને ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે બીજા એક ગુનાની વિગત એવી છે કે રાજસ્થાનથી ગુજરાતના પાલનપુર નજીક ખેમાણા ટોલનાકા પાસે આવી રહેલ એમઆર ટ્રાવેલ્સની લકઝરી બસમાં ગાંજો તથા અફીણનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે લકઝરી બસને રોકી અને તલાસી લેતા બસમાંથી 4 કિલો અફીણનો રસ અને 28 કિલો ગાંજો મળી આવતા બસના ચાલક તથા કંડક્ટરની પુછપરછ કરતા તેઓ આ જથ્થો રાજસ્થાનથી બેંગ્લોર લઈ જતા હોવાની કબુલાત કરી હતી. જે આધારે પોલીસે ડ્રાઈવર કંડક્ટર સહિત 3 શખ્સો સામે ફરીયાદની તજવીજ હાથ ધરી છે. આમ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

નશીલા પદાર્થ વેચનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ

બનાસકાંઠા જિલ્લામાં નશાના લતે ચડેલા યુવાધનને કારણે કેટલાક પરીવારમાં મુશ્કેલી વધી છે અને આ બાબતે તાજેતરમાં જ એક યુવાન નશાના રવાડે ચડવાના કારણે તેના પિતા પર હુમલો કરવાની કોશિશ કરી હતી. તેમાં સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જોકે આ બાબતે પોલીસે નશાયુક્ત ડ્રગ્સનું વેચાણ કરતા તત્વોને શોધી તેમની સામે કાર્યવાહી કરવા માટે પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે આવા શખ્સોને ઝડપી લઈ તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ જાગૃતજનોએ કરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here