બનાસકાંઠા ડિસ્ટ્રીકટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ પાલનપુરમાં નેચર કલબ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હાજર રહેલા દરેક નેચર પ્રેમીઓનાં વિચારોમાં કોલેજને ખૂબ જ જરૂરત એવી ઓળખ આપવા વિશે પર્યાવરણની જાળવણી પર આપણું પર્યાવરણ આપણા હાથમાં,પર્યાવરણ જાગૃતિ,પર્યવારણનું મહત્ત્વ વિશે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ.
પશુ સેવા,પક્ષી સેવા,માનવસેવા વિશે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ અને સૂત્રોથી ભરેલું રળિયામણુને ખુબ જ સુંદર વાતાવરણ નેચર પ્રેમીઓના વિચારોમાં હકારાત્મક વલણો જાગૃત થયા હતા ત્યારે જ આ કોલેજમાં ઉપસ્થિત અમુક નેચર પ્રેમીઓના સ્ટાફ મિત્રોએ કોલેજમાં નેચરના કાર્યો કરવાની સાથે જાળવણી સચવાય તે અર્થે અંતમાં પર્યાવરણ પ્રતિજ્ઞા લઈને સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સ્ટાફ મિત્રો સહભાગી રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ર્ડા.રમેશકુમાર બી. પટેલના અધ્યસ્થાને યોજવામાં આવ્યો હતો.જેનું આયોજન નેચર કલબના સંયોજક ર્ડા.ગણપતભાઈ ચૌધરીએ કર્યું હતું.