અમીરગઢના ખાપામાં રહેતા માલાભાઈ સવાભાઈ અમીરગઢથી ઉપલાખાપામાં જતા હતા. તે દરમિયાન ગામમાં રસ્તા ઉપર વડેલા નજીક ગામમાં રહેતા ચાર ઈસમો ત્યાં સંતાઈને માલાભાઈની રાહ જોઈ રહ્યા હતા.
માલાભાઈ ત્યાં પહોંચતા ચારેય ઈસમો બહાર આવી અગાઉની અદાવતમાં ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. રેશ્માભાઈ ફતાભાઈએ માલાભાઈના કપાળમાં કુહાડી મારી હતી. જ્યારે બાબુભાઈ ફતાભાઈ, ગનાભાઈ ફતાભાઈ અને સોમાભાઈ ફતાભાઈએ લાકડી ધોકાથી હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. માલાભાઈએ બુમાબુમ કરતા હુમલો કરનાર ઈસમોએ ત્યાંથી જતા સમયે તેના પરીવારે જોડે અદાવત હોઈ જાનથી મારી નાંખવો છે તેમ કહી ધમકી આપી હતી. માલાભાઈએ તેમના ભાઈને ફોન કરતાં તેમના ભાઈએ આવી 108માં અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી ત્યાંથી પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માલાભાઈ સવાભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખાપામાં રહેતા રેસમાભાઈ ફતાભાઈ,બાબુભાઈ ફતાભાઈ, ગનાભાઈ ફતાભાઈ અને સોનાભાઈ ફતાભાઈ વિરૂદ્ધ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.