Palanpurના કોટ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો

HomePalanpurPalanpurના કોટ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • 6 જેટલા વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું બહાર પાડ્યું
  • છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં રોગચાળાની અસર
  • કોલેરાની અસરથી 150 જેટલા લોકો અસરગ્રસ્ત

પાલનપુરના કોટ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેમા કોલેરાની અસરથી 150 જેટલા લોકો અસરગ્રસ્ત છે તો 30 જેટલા લોકો સારવાર હેઠળ છે. જ્યારે સ્થાનિકોના મત પ્રમાણે કોલેરાથી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે. સંદેશ ન્યૂઝે ત્રણ જૂને કોલેરાની દહેશત વ્યક્ત કરી હતી છતાં તંત્ર કાર્યવાહી કરવામાં બેદરકાર રહ્યું અને જેને કારણે કોટ વિસ્તારમાં આ પરિસ્થિતિ ઊભી થઈ હવે મોડે તંત્ર જાગ્યું છે અને આરોગ્ય અને પાલિકાની ટીમો કોટ વિસ્તારમાં કામે લાગી છે.

6 જેટલા વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું બહાર પાડ્યું

બનાસકાંઠા કલેક્ટરે પાલનપુરના કોટ વિસ્તારમાં 16 જેટલા વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું બહાર પાડ્યું છે. ત્રણ જૂને સંદેશ ન્યૂઝ દ્વારા કોટ વિસ્તારની પરિસ્થિતિ બતાવી અને આ વિસ્તાર કોલેરા ગ્રસ્ત થશે તેવી દહેશન વ્યક્ત કરી હતી. અત્યારે 30 જેટલા લોકો સારવાર હેઠળ હતા ત્યારે 150 જેટલા લોકોને અસર થઈ હતી. પરંતુ ત્રણ જુન બાદ તંત્રની કોઇ કાર્યવાહી ન થતા અત્યારે કોટ વિસ્તારમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે અને 150 થી વધુ લોકો સારવાર હેઠળ છે. જ્યારે ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે 30 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગની નવ ટીમો કોટ વિસ્તારના 16 જેટલા વિસ્તારના સર્વે કરી રહી છે અને પાલનપુર નગરપાલિકાએ હવે સફાઈની કામગીરી હાથ ધરી છે. સ્થાનિકોના મત પ્રમાણે નગરપાલિકાની નિષ્ક્રિયતા છે જેને કારણ કે અહીં સાફ સફાઈ અને વર્ષો સુધીની રજૂઆત છતાં ધ્યાન આપવામાં આવતું નથી અને જેના કારણે અત્યારે આ કોલેરાની પરિસ્થિતિ ઊભી થઈ છે.

છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં રોગચાળાની અસર

છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં રોગચાળાની અસર છે દૂષિત પાણીને લીધે રોગચાળો ફેલાયા બાદ તંત્રની નિષ્ક્રિયતાને કારણે રોગચાળો વધુ પ્રસર્યો છે. જોકે આરોગ્ય વિભાગના પાણીના સેમ્પલમાં કોલેરાની પોઝિટિવ અસર આવી અને જેને પરિણામે 150 થી વધુ લોકો બીમાર થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલનપુરના કોટ વિસ્તારને છેલ્લા કેટલાય વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવે છે. અહીંયા સાફ-સફાઈ થતી નથી દૂષિત પાણી આવ્યા છે અને જેને કારણે વારંવાર રોગચાળો ફેલાય છે. પાલનપુર કોટ વિસ્તારની રોગચાળાની પરિસ્થિતિ એ છે કે ગઈકાલે રાત્રે શહેનાજ બાનુ નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે કોલેરાની અસર હેઠળ મહિલા સારવાર હેઠળ હતી અને જેનું મોત થયું ત્યારે અગાઉ પણ ત્રણ મોત થઈ ચૂક્યા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon