OPAL recruitment, OPAL ભરતી : નોકરી શોધી રહેલા આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઓએનજીસીની સબસીડીઅરી કંપનીમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વિવિધ ટ્રેડમાં ઉમેદવારો પસંદ કરવા માટે કંપનીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
OPAL ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
OPAL ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | ONGC પેટ્રો એડીશન્સ લિમિટેડ (OPAL) |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | 38 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 18થી 21 વર્ષ વચ્ચે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4-1-2025 |
ક્યાં અરજી કરવી | apprentices@opalindia.in |
સંસ્થાની વેબસાઈટ | https://opalindia.in/ |
OPAL ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
ટ્રેડ | જગ્યા |
ફિટર | 5 |
કેમિકલ પ્લાન્ટ | 17 |
ઈલેટ્રિક | 7 |
ઈન્સ્ટ્રુમેન્ટ | 1 |
મિકેનિક | 1 |
લેબ | 2 |
મશિન | 1 |
શૈક્ષણિક લાયકાત
ઓપાલ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થામાંથી જે તે ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
અરજી ક્યાં કરવી?
આ ભરતીમાં રસ ધરાવતા લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે પોતાની અરજી તૈયાર કરીને apprentices@opalindia.in ઉપર ઈમેઈલ કરવાની રહેશે. વધારે વિગતો માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.
નોટિફિકેશન
OPAL ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
ઉમેદવારોને સૂચન છે કે ભરતી અંગે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.