- વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
- ચાલુ વરસાદે વિદ્યાર્થીઓ પાસે ડાંગરની વાવણી કરાવી
- વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
નવસારીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ થયો છે. તેમાં ચાલુ વરસાદે વિદ્યાર્થીઓ પાસે ડાંગરની વાવણી કરાવી છે. વાંસદા તાલુકાના ઘોડમાળ ગામની આ ઘટના છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશોત્સવના નામે મોટા મોટા ખર્ચા કરવામાં આવે છે. બાળકો ભણીને ગુજરાતનું નામ રોશન કરે તેવા સપના સરકાર બાળકોને બતાવે છે.
અગ્રણી દ્વારા બાળકોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
ત્યારે અગાઉ બનાસકાંઠાના વિરમપુર પ્રાથમિક શાળામાં કંઈક અલગ જ સ્થિતિ જોવા મળી હતી. જેમાં બાળકો શાળામાં શિક્ષણ લેવા ગયા તો બાળકો પાસે ટોયલેટ સાફ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતુ. એટલું જ નહીં બાળકો ખુદ કહી રહ્યા છે કે ટોયલેટ સાફ કરાવવા માટે શિક્ષકોએ વારા બાંધ્યા હતા. જે શિક્ષકોનું કામ બાળકોને શિક્ષણ આપવાનું છે તે ગુરુજનો બાળકો પાસે શાળામાં આ પ્રકારનું કામ કરાવે તે કેટલું યોગ્ય કહેવાય.બાળકો શાળામાં શિક્ષણ મેળવવા જાય છે પરંતુ અમીરગઢના વિરમપુર પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણના સમયે જ ટોયલેટ સાફ કરાવતા હોવાનો વીડીયો સામે આવ્યો હતો. જેમાં ગામના એક અગ્રણી દ્વારા સ્કૂલમાં ઓચિંતી તપાસ કરતા બાળકો શાળાના ટોયલેટ સાફ કરતા નજરે પડ્યા હતા. તે સમયે અગ્રણી દ્વારા બાળકોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.