નવસારીમાં ખાનગી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી થતી હતી જેને લઈ એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે,જૂનાગઢથી મુંબઈ જતાં ટેન્કરમાંથી આ ચોરી થતી હોવાની વાત સામે આવી છે, ટેન્કરમાંથી દૂધ કાઢી પાણી ઉમેરી દેવાતું હતું તેવી વાત સામે આવી છે જેમાં ટેન્કરના ડ્રાઈવર અને કલીનર સાથે મળીને આ કામ કરતા હતા,ચોરી કરેલું દૂધ સ્થાનિક બજારમાં વેચી દેવાતું હતું અને પોલીસે દૂધની ચોરી કરનાર ચાર ઈસમોની કરી ધરપકડ અને 12 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.
અવાવરૂ જગ્યાએ ઉભુ રાખીને કરતા ભેળસેળ
જૂનાગઢથી મુંબઈ તરફ જતા દુધના ટેન્કરો હાઈવેથી થોડુ અંદર અવાવરૂ જગ્યા પર રાત્રિના સમયે ઉભી રાખી ટેન્કરના ઉપર આવેલ ઢાંકણ ઉપર ડેરી દ્વારા લગાડવામાં આવેલ તાળુ તથા સીલ માસ્ટર કી દ્વારા ખોલી તેમાથી દુધ પાઈપ વડી કાઢી અન્ય નાનું ટેન્કરમાં કાઢી તેટલુ જ પ્રમાણમાં પાણી ઉમેરી દુધની ચોરી કરી સ્થાનિક સ્તરે વેચી દેતા હતા.
પોલીસે કરી કાર્યવાહી
નવસારીનાં બે પશુપાલકોએ એકબીજાની મદદગારીથી બુલેટ ટ્રેન બારડોલી જીઆઇડીસી રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારનાં અવાવરૂ વિસ્તારમાં ઉભુ રાખી ટેન્કરમાંથી દુધની ચોરી કરતા હતા. એસઓજી ટીમે ચાલક સહિત ચારની અટક કરી હતી. જ્યારે પાંચમા આરોપીની શોધખોળ ચાલુ કરી છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવુ કૃત્ય કરતા હોય તેવા લોકો ઉપર વોચ રાખીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.