નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કેવડિયા જતાં રોકવા માટે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલ કેવડિયા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા હતા. બે યુવકોને માર મારતા મોત થતા અન્યાયની સામે ન્યાય મેળવવા માટે કેવડિયા ખાતે AAP દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
2 યુવકોને માર મારતા મોત થતા રાજકારણ ગરમાયું
નર્મદામાં 2 યુવકોને માર મારતા મોત નિપજતાં રાજકારણ ગરમાયું છે. AAPના કાર્યક્રમમાં જોડવવા જતાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને નજરકેદ કરવામાં આવ્યા છે. બે યુવકના મોત નિપજતાં FIRમાં એજન્સીના સંચાલકોના માં ઉમેરવા માગ કરવામાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલે લડત ચલાવવા ચીમકી ઉચ્ચારી છે.
ધારાસભ્ય અનંત પટેલે લડત ચલાવવા આપી ચીમકી
ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, નવસારી જિલ્લાની પોલીસ દ્વારા અમારી અટકાયત કરીને અમને નજરકેદ કર્યા અને અમને જવા નઈ દીધા. વાંસદા, ચીખલી, ખેરગામ, ધરમપુર તેમજ આજુબાજુના દરેક વિસ્તારના આગેવાનો ત્યાં પહોંચી ગયા છે. કોઈપણ ભોગે, કોઈપણ સંજોગે આદીવાસી સમાજના બે દિકરાની હત્યા કરવામાં આવી છે તેની FIRમાં જે તે એજન્સીના માલિકોના નામ ઉમેરવા જોઈએ. કારણ કે આદીવાસી વિસ્તારમાં કામ કરનારી એજન્સી દ્વારા અને તેમના ગુંડાઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. આગામી દિવસોમાં દરેક આદિવાસી જિલ્લામાં આના પરધા પડશે.