નવસારી જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ભારે વરસાદના કારણે અંબિકા અને કાવેરી નદીના જળસ્તર ભયજનક સપાટી સુધી પહોંચી ગયા હતા. ત્યારે હવે વરસાદ શાંત થતાં નવસારી જિલ્લામાં અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
નવસારી જિલ્લામાંથી પૂરના પાણી ઓસર્યા
અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં ઘટાડો થવાના કારણે નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા હોવાનું સામે આવ્યું હતું. નદીના જળસ્તરમાં ઘટાડો થવાના કારણે લોકોએ રાહત અનુભવી હતી. નવસારીના શહેરી વિસ્તારમાં નદીના પાણી ભારે ગયા હોવાના કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી હતી.
12 કલાકથી વધુ સમય શહેરમાં પાણી ભરાયેલા રહ્યા
ત્યારે વરસાદનું જોર ઘટવાના કારણે પૂરના પાણી ઓસર્યા હતા. નવસારી શહેરમાં લગભગ 12 કલાકથી પણ વધુ સમય સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જે બાદ હવે પૂરના પાણી ઓસરતા લોકોએ રાહત અનુભવી હતી. અનેક વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરવાની શરૂ થયા હતા.