Navsari: વરસાદનું પાણી ભરાતા જનજીવન ખોરવાયું, તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર

HomeNavsariNavsari: વરસાદનું પાણી ભરાતા જનજીવન ખોરવાયું, તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Surendranagarમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યક્રમ અન્વયે કન્ટ્રોલ રૂમનાં નંબર જાહેર કરાયા

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નગરપાલિકાઓ/ તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા...

  • વખારીયા બંદર રોડ પર પાણી ભરાયા
  • અંબિકા અને કાવેરી નદીના પાણી ફરી વળ્યા
  • ભૂલકા ભવન સોસાયટીમાં પાણી ભરાયા

નવસારીમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયુ છે. જેમાં વખારીયા બંદર રોડ પર પાણી ભરાયા છે. તેમજ ભૂલકા ભવન સોસાયટીમાં પાણી ભરાયા છે. જેમાં તંત્ર દ્વારા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંબિકા અને કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ આવ્યો છે.

નવસારીના ખેરગામમાં 9 ઇંચ વરસાદ

નવસારીના ખેરગામમાં 9 ઇંચ વરસાદ, ધરમપુરમાં 7.5 ઇંચ, વલસાડમાં 7.5 ઇંચ, આહવામાં 6.5 ઇંચ, કપરાડામાં 6.5 ઇંચ, ચીખલી અને વાંસદામાં 6-6 ઇંચ વરસાદ, વઘઇમાં 6 ઇંચ, પારડીમાં 5.5 ઇંચ વરસાદ તથા વાપીમાં 4.5 ઇંચ, સુબિરમાં 4.5 ઇંચ વરસાદ તેમજ ડોલવણમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કાશ્મીરનગરમાં પાણી ભરાયા છે. કાશ્મીરનગર વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા છે. કાશ્મીરનગરના લોકોએ સેલ્ટર હોમમાં આશરો લીધો છે. ઔરંગા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો થયો છે. તેમજ ઔરંગા નદીની સપાટી ઘટીને 4.9 મીટરે પહોંચી છે.

નવસારીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયુ

નવસારીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. જેમાં ડેસરા ગામમાં પાણી ભરાયા છે. હજુ ડેસરા ગામમાં ઘૂંટણસમા પાણી છે. લોકો ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે. સવારે વરસાદે વિરામ લેતા લોકોને થોડી રાહત થઇ છે. વલસાડમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી છે. વલસાડના તળિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં 500થી વધુ ઘરોમાં પાણી ભરાતા હાલાંકી થઇ છે. ઔરંગા નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા છે. ઔરંગા નદીના પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon