- નવસારી ACBએ ગોઠવેલા છટકામાં ઝડપાયો RTO અધિકારી!
- સહાયક મોટરવાહન નિરીક્ષક સંતોષ યાદવ ઝડપાયો
- 7 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો
નવસારી RTO કચેરીમાં ACBએ છટકું ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રક ચાલકને અલગ અલગ કારણ આપી વાહનને ડીટેન કરવાની ધમકી આપી 7000 રૂપિયાની માંગણી કરતા વાહન ચાલકે ACBમાં ફરિયાદ કરતા RTOના અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, નવસારીમાં લાંચિયો આરટીઓ અધિકારી ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. નવસારી ACBએ ગોઠવેલા છટકામાં RTO અધિકારી ઝડપાયો છે. આ લાંચિયા RTO અધિકારી સહાયક મોટરવાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતો સંતોષ યાદવ લાંચ માંગતો હતો. લોકો પાસેથી અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રકોને ડીટેઇન કરી જુદા જુદા બહાના હેઠળ લાંચ માંગતો હતો.
સમગ્ર મામલે નવસારી RTOના અધિકારી અને કર્મચારીઓ લાંચ માંગતા હોવાની ACBને ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ACBએ ફરિયાદના આધારે નવસારી ACB છટકું ગોઠવીને લાંચિયો RTO અધિકારી સંતોષ યાદવને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. લાંચિયો સંતોષ યાદવ રૂપિયા 7 હજાર લાંચ લેતા રંગે હાથ ACBના છટકામાં ભેરવાયો હતો. ACBએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.