નવસારીના બીલીમોરામાં સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટનાનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે બીલીમોરામાં જ રહેતા બે આરોપી મિહિર અને પ્રિન્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીના બીલીમોરા શહેરમાં દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ વધી રહી છે. તેવામાં બીલીમોરા પોલીસે બીલીમોરા શહેરની સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી મુજબ, સહયોગ સોસાયટીમાં આવેલા એક ઘરમાં ધોળા દિવસે 2 બુકાનીધારી લુટારુઓએ લૂટ ચલાવી હતી. સહયોગ સોસાયટીમાં એક ઘરમાં વૃદ્ધ મહિલાના ગળાના ભાગે ચપ્પુ મૂકીને સોનાના દાગીની લૂંટ ચલાવી હતી. લૂટ ચલાવી ભાગતા લૂંટારૂ CCTV કેમેરામાં કેદ થયા હતા. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે.
લૂંટ કરનાર 21 વર્ષીય બંને આરોપીઓ બીલીમોરા શહેરનાજ રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. આરોપી મિહિર ટંડેલ દુબઇ જવાનો હોય તેમજ આરોપી પ્રિન્સને ચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે પૈસાની જરૂર હતી. બીલીમોરા સહયોગ સોસાયટી નજીક રહેતા હોય ઘરમાં વૃદ્ધ કાકી એકલા હોવાનું જાણતા લૂંટનો પલાન ઘડ્યો હતો. નવસારી LCBએ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ માટે બીલીમોરા પોલીસને હવાલે કર્યા છે.
[ad_1]
Source link