ગુજરાતભરમાં લોકો હાલ નવરાત્રિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. 9 દિવસ સુધી નવરાત્રિમાં લોકો માતાજીની આરાધના કરે છે. પરંપરાગત પરિધાનમાં ગરબે ઘુમે છે. ત્યારે નવસારીમાં પણ IAS-IPS દંપતી પરંપરાગત પરિધાનમાં ગરબે ઘૂમ્યા હતા.
નવસારીમાં IAS-IPS દંપતી ગરબે ઘૂમ્યા
IAS-IPS જેવા અધિકારીઓ પર સતત કામનું પ્રેશર રહેતું હોય છે. દેશની સેવા માટે અને તેમના કામ માટે તેઓ હંમેશા કર્મનિષ્ટ રહેતા હોય છે. ત્યારે નવરાત્રીમાં માતાજીની આરાધનામાં IAS-IPS અધિકારીઓ તહેવારોમાં કામની સાથે સાથે તેમના પરિવારોનું પણ ધ્યાન રાખતા હોય છે. આ પ્રકારના દ્રશ્યો નવસારીમાં પણ જોવા મળ્યા હતા.
પોલીસ વડાને નવરાત્રિમાં ગરબાનો રંગ લાગ્યો
નવસારીમાં પરંપરાગત પોશાક પહેરીને IAS-IPS દંપતી ગરબાના રંગમાં રંગાયા હતા. નવસારીના પોલીસ વડાને નવરાત્રિમાં ગરબાનો રંગ લાગ્યો હતો. જેમાં નવસારીના જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સજોડે ગરબે ઘૂમ્યા હતા.
નવરાત્રિની ઉત્સાહપૂર્વક ઉજવણી
IPS અધિકારી સુશીલ અગ્રવાલ તેમના IAS પત્ની શિવાની ગોયલ જોડે નવસારીના ગરબે ઘૂમ્યા હતા. જેનો વિડીયો પણ સામે આયો હતો. આ IAS-IPS દંપતી ગરબાના રંગમાં રંગાયા હતા. નવસારીમાં દર વર્ષે નવરાત્રિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
નવરાત્રિમાં 9 દિવસ માતાજીની આરાધના
નવરાત્રિનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. 9 દિવસ સુધી પરંપરાગત પોશાકમાં લોકો માતાજીની આરાધના કરવા માટે ગરબે ઘુમે છે. ચણિયાચોળી અને કેડિયા પહેરીને લોકો ગરબાના રંગમાં રંગાય જાય છે.
નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ
નવરાત્રિના પર્વને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહપૂર્વક ખેલૈયાઓ નવરાત્રિમાં ગરબે ઘૂમી રહ્યા છે. ગુજરાતમાં ધામધૂમથી આ તહેવારની ઉજવણી થાય છે. જેમાં આખું વર્ષ ખેલૈયાઓ નવરાત્રિમાં ગરબે ઘૂમવાની રાહ જોતાં હોય છે અને નવરાત્રિમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગરબાના રંગમાં રંગાતા હોય છે.